ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી લહેરના કારણે બેરોજગાર થયા
નવીદિલ્હી: કોરોના વાયરસ મહામારીએ અર્થવ્યવસ્થાની કમર ભાંગી નાખી છે. ઝ્રસ્ૈંઈએ જાહેર કરેલા આંકડા અનુસાર ભારતમાં ૧ કરોડ લોકો કોરોનાની બીજી લહેરના કારણે બેરોજગાર થયા છે. ત્યાં જ કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી લગભગ ૯૭ ટકા પરિવારની ઈનકમ ઘટી ગઈ છે.
સીએમઆઇઇના ચીફ એક્ઝિક્યૂટિવ મહેશ વ્યાસે આ આંકડા જાહેર કર્યા છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર મે મહિનામાં બેરોજગારી દર ૧૨ ટકા સુધી પહોંચી શકે છે. જે એપ્રિલમાં ૮ ટકા પર હતો. તે સમયે લગભગ ૧ કરોડ લોકો બેરોજગાર થયા છે. જેનું મુખ્ય કારણ કોરોનાની બીજી લહેર જ છે. મહેશ વ્યાસે જણાવ્યા અનુસાર હવે જાે આર્થિક ગતિવિધિઓ ખુલે તો અમુક જ દિક્કત ઓછી થશે સંપૂર્ણ નહીં.
મહેશ વ્યાસે જણાવ્યું કે જે લોકોની નોકરી ગઈ છે તેમને ફરી વખત રોજગાર મળવો ખૂબ મુશ્કેલ રહ્યો છે. કારણ કે ઈન્ફોર્મલ સેક્ટર તો અમુક હદ સુધી રિકવર કરી રહ્યો છે. પરંતુ ફોર્મલ સેક્ટર અને સારી ક્વોલિટીની નોકરી છે તે ક્ષેત્રમાં હજુ મોડુ થઈ શકે છે.
જણાવી દઈએ કે મે ૨૦૨૦માં બેરોજગારીનો દર ૨૩.૫ ટકા સુધી પહોંચી ગયો હતો. ત્યારે નેશનલ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ આ વર્ષે હવે કોરોનાની બીજી લહેર આવી છે તો ધીરે ધીરે રાજ્યોએ પોતાના સ્તર પર લોકડાઉન લગાવ્યા છે અને જે કામ શરૂ થઈ ગયા હતા
તે ફરી બંધ થઈ ગયા છે. મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર જાે બેરોજગારી દર ૩-૪ ટકા સુધી રહે છે તો તે ભારતીય અર્થવ્યવસ્થા માટે નોર્મલ માનવામાં આવશે. સીએમઆઇઇએ લગભગ ૧૭.૫ લાખ પરિવારોનો સર્વે કર્યો છે. જેમાં પરિવારની ઈનકમને લઈને જાણકારી લેવામાં આવી. કોરોના કાળમાં ઘણા પરિવારને ઈનકમ પહેલા કરતા ઓછી થઈ ગઈ છે