ભારતમાં ૧ જૂન સુધીમાં ગમે ત્યારે થશે ચોમાસાની એન્ટ્રી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/04/Rain-1.jpg)
નવી દિલ્હી, આકરી ગરમીથી પરેશાન ઘણા રાજ્યોના લોકો હવે ચોમાસાની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. કેરળમાં ૨૭ મેના રોજ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પ્રવેશની આગાહી હવામાન વિભાગ દ્વારા ભૂતકાળમાં કરવામાં આવી હતી.
જાે કે, હવે IMDએ કહ્યું કે આ પૂર્વાનુમાન ૧ જૂન સુધી ગમે ત્યારે ચોમાસાના વિધિવત પ્રવેશ અંગેનું હતું. તેમજ હાલની સ્થિતિને જાેતા રિયલ ટાઈમ ડેટાનું પણ અધ્યયન કરવામાં આવી રહ્યું છે.
કેરળમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાની શરૂઆતના સમાચાર સમગ્ર ભારતમાં કૃષિ માટે અત્યંત મહત્વના છે. જેની શેરબજાર સહિત સ્થાનિક અર્થવ્યવસ્થા પર મોટી અસર પડે છે.
IMDની આગાહી અનુસાર, આગામી ૪૮ કલાક દરમિયાન દક્ષિણ અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગો સમગ્ર માલદીવમાં સ્થિતિ સારી દેખાઈ રહી છે. કોમોરિન પ્રદેશના કેટલાક વધુ ભાગો અને લક્ષદ્વીપ પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ છે.
આ સપ્તાહ દરમિયાન કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ સાનુકૂળ બને તેવી શક્યતા છે. એવું માનવામાં આવે છે કે કેરળમાં ચોમાસું ૧ જૂન સુધી ગમે ત્યારે આવી શકે છે. જ્યારે વિલંબના ચોક્કસ કારણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, એક વરિષ્ઠ IMD વૈજ્ઞાનિકે કહ્યું કે ૨૭ મેની અમારી અગાઉની આગાહીમાં ચાર દિવસ આગળ પાછળ થવાનો અંદાજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કેરળના તમામ ૧૪ નિશ્ચિત સ્ટેશનો પર આજે વરસાદ પડ્યો નથી. ચોમાસું એ એક જટિલ કુદરતી ઘટના છે અને IMD કેરળમાં તેના આગમનની જાહેરાત કરે તે પહેલાં ઘણા માપદંડો પૂરા થવા જાેઈએ. આ તમામ પરિબળો કુદરતી છે જેમાં સતત ફેરફાર થતો હોય છે. જેમ કે આ વરસાદ હવાના દબાણનું ક્ષેત્ર અને આઉટગોઇંગ લોંગવેવ રેડિયેશન (OLR) જેવા પરિબળો પર આધારિત છે.SS1MS