ભારતમાં ૨૪ કલાકમાં વધુ ૫૪,૦૬૯ લોકો કોરોનાથી સંક્રમિત

Files Photo
નવીદિલ્હી: દેશવાસીઓને કોરાનાની બીજી લહેરમાં આંશિક રાહત મળી છે પરંતુ કુલ સંક્રમિતોની સંખ્યા ૩ કરોડને પાર થઈ ગઈ છે, જેની સામે ૨ કરોડ ૯૦ લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. બીજી તરફ, કુલ મૃત્યઆંક ૩ લાખ ૯૧ લાખને પાર પહોંચી ગયો છે. પણ રાહતની વાત એ છે કે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ૬.૨૭ લાખ જેટલા ઓછા થઈ ગયા છે. નોંધનીય છે કે, દેશમાં હાલ રિકવરી રેટ ૯૬.૬ ટકા છે. મહત્ત્વનું છે કે દેશમાં ૩૦ કરોડથી વધુ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
ગુરૂવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૫૪,૦૬૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧,૩૨૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૦,૮૨,૭૭૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૦,૧૬,૨૬,૦૨૮ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોરોનાની મહામારી સામે લડીને ૨ કરોડ ૯૦ લાખ ૬૩ હજાર ૭૪૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૬૮,૮૮૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૬,૨૭,૦૫૭ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૧,૯૮૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૪ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૯,૭૮,૩૨,૬૬૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બુધવારના ૨૪ કલાકમાં ૧૮,૫૯,૪૬૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.