ભારતમાં ૨૪ કલાકમાં ૧૫,૨૨૩ નવા કેસ નોંધાયા
નવીદિલ્હી, ભારતમાં ૮ લાખથી વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. તેની સાથોસાથ કોરોના દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો જાેવા મળી રહ્યો છે. ભારતનો રિકવરી રેટ ૯૬.૭ ટકા સુધી પહોંચી ગયો છે. ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૫,૨૨૩ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૫૧ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૬,૧૦,૮૮૩ થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૨ લાખ ૬૫ હજાર ૭૦૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૯,૯૬૫ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૯૨,૩૦૮ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૨,૮૬૯ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૦ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૯૩,૪૭,૭૮૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૮૦,૮૩૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.HS