Western Times News

Gujarati News

ભારતમાં ૨૪ કલાકમાં ૪૪, ૪૮૯ નવા કેસ,૫૨૪ના મોત

Files Photo

નવીદિલ્હી, પુરી દુનિયામાં કોરોના વાયરસ અટકવાનું નામ લઇ રહ્યો નથી દુનિયામાં અનેક દેશોમાં કોરોનાની બીજી લહેર જાેવા મળી રહી છે ભારતના કેટલાક રાજયો પણ તેમાં સામેલ છે ભારતમાં દુનિયાની અંદર બીજા નંબર પર કોરોનાના સૌથી વધુ મામલા છે. ગત ૨૪ કલાકમાં ભારતમાં કોરોનાના ૪૪,૪૮૯ નવા મામલા જાેવા મળ્યા છે જેથી ભારતમાં કોરોનાના કુલ મામલા ૨,૬૬,૭૦૬ થઇ ગયા છે.

જેો કોરોનાથી મૃત્યુ પામનારાઓની વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં ૫૨૪ નવા મોતની સાથે ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યાનો આંકડો ૧,૩૫,૨૨૩ સુધી પહોંચી ગયો છે ભારતમાં વર્તમાન એકિટલ મામલાની વાત કરીએ તો વર્તમાનમાં તેની સંખ્યા ૪,૫૨,૩૪૪ છે ગત ચોવીસ કલાકમાં ૩૬,૩૬૭ નવા ડિસ્ચાર્જ મામલાની સાથે કુલ ડિસ્ચાર્જ કેસ ૮૬,૭૯,૧૩૮ થઇ ગયા છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે જયાં સુધી કોરોનાની વેકસીન બની ન જાય ત્યાં સુધી તેનાથી છુટકારો મળી શકે તેમ નથી ભારત સહિત દુનિયાભરમાં વેકસીનને લઇ કામ ચાલી રહ્યું છે જયારે ભારતની વાત કરીઓ તે ભારતમાં કોરોના વાયરસની વેકસીનને લઇ ત્યારથી તૈયારીઓ ચાલી રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને કહ્યું કે સરકાર કોવિડ ૧૯ની રસીના ઉત્પાદન અને વિતરણ માટે મજબુત પરિસ્થિતિનું તંત્ર સ્થાપિત કરી રહી છે જેથી માંગને પુરી કરી શકાય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી હર્ષવર્ધને એ પણ કહ્યું કે જયારે દુનિયા કોવિડ ૧૯ની રસી વિકસિત કરવાના પ્રયાલમાં લાગી છે ત્યારે ભારત રસી વિકસિત કરવા અને મોટા સ્તર પર તેના નિર્માણમાં આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

હર્ષવર્ધને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સહયોગથી ફિક્કી દ્વારા આયોજીક ડિઝીટલ વૈશ્વિક આરએન્ડડી સંમેલન ૨૦૨૦ને સંબોધિત કરતા કહ્યું કે દુનિયાનું ઔષધાલય કહેવાતા ભારતમાં કોવિડ ૧૯ની રસી બનાવવાની સૌથી વધુ ક્ષમતા છે તેમણે કહ્યું કે આપણે હવે રસી ઉત્પાદન અને વિતરણ પારિસ્થિતિકી તંત્રને મજબુત કરવાની દિશામાં પગલા ઉઠાવી રહ્યાં છીએ જેથી આગામી દિવસોમાં આપણી માંગને પુરી કરી શકાય.

અમેરિકાના નવા નિર્વાચિત રાષ્ટ્રપતિ જાે બ્રિડેનને કોરોનાની રસીને લઇને નવી માહિતી આપી છે. તેમણે કહ્યું કે તાજેતરમાં એક રસી વિકસિત કરવામાં સારા પરિણામ આવ્યા છે અને તેમાંથી રસીના અસાધરણ રીતે પ્રભાવ જોવા મળ્યા છે.
તેમણે કહ્યું કે ડિસેમ્બરના અંતમાં અને જાન્યુઆરીની શરૂઆતમાં રસીકરણનું કામ શરૂ થઇ જશે.આ સાથે જ કહ્યું કે આપણે સમગ્ર દેશને તાકિદે રસી આપવા માટે એક વિતરણ યોજના બનાવવાની જરૂરત છે.જે અમે કરીશું પરંતુ તેમાં સમય લાગશે પણ સફળ રહીશું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.