ભારતમાં ૨૭.૫ કરોડ લોકોની આંખોની રોશની નબળી થઇ
નવીદિલ્હી: ભારતીય લોકો હાલના સમયે સૌથી વધુ આંખની રોશની નબળી થવાની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે તેની પાછળ મુખ્ય કારણ લોકડાઉન અને કોરોના વાયરસ બતાવવામાં આવી રહ્યું છે હકીકતમાં આ દરમિયાન બાળકો વ્યસ્કોથી લઇ વૃધ્ધો સુધીનો વધુ સમય કોમ્પ્યુટર મોબાઇલ અને અન્ય ગેજેટમાં અભ્યાસ કામથી લઇ મનોરંજનમાં પસાર થઇ રહ્યો છે એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારતની વસ્તીનો ૨૩ ટકા એટલે કે લગભગ ૨૭.૫ કરોડ લોકો આંખની રોશની નબળાઇથી ઝઝુમી રહ્યાં છે.
એક અભ્યાસના હવાલા પરથી કહેવામાં આવી રહ્યું છે કે લોકડાઉન દરમિયાન મોટી સ્ક્રીન ટાઇમની ઉપરાંત મોતિયાબિંદુ ગ્લુકોમા અને વધતી ઉમર પણ આંખોની રોશની નબળી થવાનું કારણ છે. મોટી વાત એ છે કે ભારતમાં એક વ્યક્તિ સરેરાશ સ્ક્રીન ટાઇમ ૬ કલાક ૩૬ મિનિટ જણાયો છે જે બાકી દેશોની સરખામણીમાં ખુબ ઓછો છે આમ તેના ભારતમાં તેનાથી આંખો પ્રભાવિત થવાની સંખ્યા વધું છે જાે કે લગભગ એક ડઝન એવા પણ દેશ છે જયાં સરેરાશ સ્ક્રીન ટાઇમ ભારતથી વધુ છે તેમાં ફિલીપીંસ બ્રાઝીલ સાઉથ આફ્રિકા યુએસ ન્યુઝીલેન્ડ સહિત અન્ય દેશ સામેલ છે.
એ યાદ રહે કે ફિલીપીંસમાં ૧૦ કલાક ૫૬ મિનિટ,બ્રાઝીલમાં ૧૦ કલાક ૮ મિનિટ સાઉથ આફ્રિકામાં ૧૦ કલાક ૬ મિનિટ યુએસમાં ૭ કલાક ૧૧ મિનિટ ન્યુઝીલેન્ડમાં ૬ કલાક ૩૯ મિનિટનો સમય લોકો દિવસભરમાં સ્ક્રીને આપે છે જાે કે આમ છતાં ભારતથી વધુ આ દેશોના સરેરાશ સ્ક્રીન ટાઇમ હોવા છતાં અહીંના લોકો વધુ આંખોની રોશનીના નબળા થવાની સમસ્યાથી ઝઝુમી રહ્યાં છે તેનું કારણે અહીંની વસ્તી પણ છે.