ભારતમાં ૭૦૦ જિલ્લામાંથી ૫૩૩ જિલ્લામાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યો છે

Files Photo
નવીદિલ્હી: ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે સામે આવ્યું છે કે દેશના ૭૦૦ જિલ્લામાંથી ૫૩૩ જિલ્લામાં કોરોના વાયરસનો પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી પણ વધારે છે. આ જાણકારી સરકાર તરફથી જ આપવામાં આવી છે અને કોરોના વાયરસના આ આંકડા પરથી જ બીજી લહેર કેટલી ખતરનાક છે તે જાણી શકાય છે. કોરોના વાયરસની બીજી લહેરમાં ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ તેજીથી સંક્રમણ ફેલાઈ રહ્યું છે.
ભારતમાં અત્યારે ૧૩ રાજ્યો એવા છે જ્યાં એક લાખ કરતાં પણ વધારે એક્ટિવ કેસ સામે આવ્યા છે, જ્યારે ૬ રાજ્યોમાં ૫૦ હજારથી એક લાખની વચ્ચે કોરોના વાયરસના એક્ટિવ કેસ છે. આ સિવાયના બાકીના રાજ્યોના કોરોના વાયરસના એક્ટિવ કેસની સાથે ભારતમા હાલમાંઆ ૩૭ લાખ કોરોના વાયરસના એક્ટિવ કેસ છે.
આઇસીએમઆરના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે કહ્યું કે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ પ્રચંડ છે માટે હવે ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ વધારવાની જરૂર છે. શાળાઓ અથવા સામૂહિક કેન્દ્રો પર રેપિડ ટેસ્ટ કરાવવાની જરૂર છે જેથી તેજીથી ટેસ્ટિંગ કરાવી શકાય. હા રેપિડ ટેસ્ટ આરટીપીસીઆર જેટલો યોગ્ય નથી પરંતુ આરટીપીસીઆરમાં ખૂબ સમય લાગતો હોવાથી હવે તેજીથી કામ કરવા માટે રેપિડ ટેસ્ટ પણ કરવાની જરૂર છે.
ડૉ. ભાર્ગવે કહ્યું કે ભારતમાં કોરોના વાયરસના કેસમાં મોટો ઉછાળો સામે આવ્યો છે જેમાં નેશનલ પોઝિટિવિટી રેટ ૨૦-૨૧ ટકા છે. દેશમાં ૪૨ ટકા જિલ્લા એવા છે જ્યાં પોઝિટિવિટી રેટ નેશનલ રેટ કરતાં વધારે છે. ટેસ્ટિંગ અને આઇસોલેશન વાયરસને રોકવા માટે જરૂરી છે.