Western Times News

Gujarati News

ભારતમાં CCTV ડિલર્સ, ઇન્સ્ટોલેશન અને રિપેર સેવાઓ માટેની માગમાં વધારો થયો

વીડિયો સર્વેલન્સ કેમેરા માટેની મહત્તમ સર્ચ દિલ્હીમાં જોવા મળી: જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સનાં તારણ

–          ટિઅર-1 કરતાં ટિઅર-2 શહેરોમાં માગમાં વૃદ્ધિ વધારે જોવા મળી

–          ચંદીગઢ અને લખનૌ જેવા ટિઅર-2 શહેરોમાં ઊંચી માગ જોવા મળી

મુંબઈ, જસ્ટ ડાયલના લેટેસ્ટ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ રિપોર્ટ મુજબ, સમગ્ર ભારતમાં સીસીટીવી કેમેરા, ઇન્સ્ટોલેશન અને રિપેર સેવાઓ માટેની શોધમાં મોટો વધારો જોવામાં આવ્યો હતો, જેમાં વીડિયો સર્વેલન્સ કેમેરા સર્ચ માટે માગ પેદા કરવાની દ્રષ્ટિએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી મેટ્રોપોલિટિન શહેરોમાં અપરાધના પ્રમાણમાં ઊંચા દર સાથે ટોચ પર હતી.

રિપોર્ટ મુજબ, ડિસેમ્બર, 2021માં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળા દરમિયાન સીસીટીવી ઇન્સ્ટોલેશન સેવાઓ માટે વર્ષ-દર-વર્ષ સર્ચમાં 15.2 ટકાનો વધારો થયો હતો અને રિપેર સેવાઓ માટે 7.7 ટકાનો વધારો થયો હતો. આ જ ગાળામાં સીસીટીવી કેમેરા માટેની માગ 3.2 ટકાની આંશિક વૃદ્ધિ સાથે લગભગ સ્થિર જળવાઈ રહી હતી,

પણ અન્ય અનેક સર્ચ ઊંચી જળવાઈ રહી હતી. આ ગાળામાં બાયોમેટ્રિક એટેન્ડન્સ રેકોર્ડિંગ સિસ્ટમ્સ માટેની માગમાં 10.5 ટકાનો વધારો થયો હતો, કારણ કે ઓફિસ નવા વર્ષમાં ફિઝિકલ મોડલમાં ખુલવાની અપેક્ષા હતી. જ્યારે ટિઅર-1માંથી સમગ્ર ભારતમાં અનેક સર્ચ મળી હતી, ત્યારે ટિઅર-2માં માગનો વૃદ્ધિદર ઊંચો હતો.

ટિઅર-1 શહેરોમાં સીસીટીવી રિપેર સેવાઓ અને ઇન્સ્ટોલેશન સેવાઓ માટેની માગ મહત્તમ જોવા મળી હતી, તો સીસીટીવી કેમેરા અને બાયોમેટ્રિક એટેન્ડન્સ રેકોર્ડિંગ સિસ્ટમ્સ માટેની માગ સ્થિર જળવાઈ રહી હતી. આ જ પ્રકારનો ટ્રેન્ડ ટિઅર-2 શહેરોમાં જોવા મળ્યો હતો અને મહત્તમ સર્ચ ચંદીગઢ અને લખનૌ શહેરોમાંથી જોવા મળી હતી.

આ ટ્રેન્ડ પર જસ્ટ ડાયલના સીએમઓ શ્રી પ્રસૂન કુમારે કહ્યું હતું કે, “ટેક સંચાલિત વાજબી સીક્યોરિટી સોલ્યુશ્સની ઉપલબ્ધતામાં વધારાને પગલે પોતાને સલામત રાખવા નાગરિકો વચ્ચેની ચિંતામાં વધારો થયો છે. આ ટિઅર-2 શહેરો અને નગરોમાં પણ આ જાગૃતિ વધી છે તથા ઇન્ટરનેટની પહોંચમાં વધારો થયો છે.

જસ્ટ ડાયલમાં અમે મોટા ભાગે ખંડિત ઓનલાઇન બજારમાં વધારો સફળતાપૂર્વક થયો છે તથા અમે સીસીટીવી કેમેરા અને ઇન્સ્ટોલેશન સેવાઓનાં સ્થાનિક સેવા પ્રદાતાઓ વિશે શ્રેષ્ઠ માહિતી અમારા યુઝર્સને પ્રદાન કરી છે. પરિણામે ટિઅર-2 શહેરો અને નગરોમાં ઓનલાઇન સર્ચમાં વધારો થયો છે અને ટિઅર-1 માટે ઇન્સ્ટોલેશન સેવાઓ માટે ઓનલાઇન સર્ચમાં 5 ગણો વધારો થયો છે.”

સીસીટીવી કેમેરા માટેની માગ દિલ્હીમાં સૌથી વધુ હતી, જે લેટેસ્ટ નેશનલ ક્રાઇમ રેકોર્ડ્સ બ્યૂરો (એનસીઆરબી)એ સપ્ટેમ્બર, 2021માં જાહેર કરેલા રિપોર્ટ મુજબ, વર્ષ 2020માં સતત બીજા વર્ષે મેટ્રોપોલિટન શહેરોની યાદીમાં ટોચ પર છે – જે બે મિલિયનથી વધારે વસતી સાથે અપરાધનો મહત્તમ દર ધરાવે છે.

આ યાદીમાં મહત્તમ માગની દ્રષ્ટિએ મુંબઈ બીજા સ્થાને અને તેના પછી હૈદરાબાદ, બેંગલોર, ચેન્નાઈ, પૂણે, કોલકાતા અને અમદાવાદ રહ્યાં છે. જ્યારે દિલ્હીમાં સર્ચની સંખ્યા સૌથી વધુ જળવાઈ રહી હતી, ત્યારે કોલકાતાએ માગના સૌથી વધુ 31.8 ટકાના વૃદ્ધિદર સાથે પ્રથમ તો પૂણેએ 27 ટકા સાથે બીજું સ્થાન મેળવ્યું હતું. મહત્તમ માગ સાથે ટિઅર-2 શહેરોમાં લખનૌએ ટોચનું તો ચંદીગઢ અને જયપુરે અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

જ્યારે ઇન્સ્ટોલેશન સેવાઓ માટે મહત્તમ માગ સાથે ટોચના 3 શહેરો દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદ હતા, ત્યારે કોલકાતામાં 29.4 ટકાનો સૌથી ઊંચો વૃદ્ધિદર જોવા મળ્યો હતો. મહત્તમ માગ પેદા કરનાર ટોચના ત્રણ શહેરોમાં પટણા, ચંદીગઢ અને તિરુવનંતપુરમ હતાં.

સીસીટીવી કેમેરા માટે રિપેરિંગ સેવાઓની દ્રષ્ટિએ દિલ્હીએ મહત્તમ માગ સાથે યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું, તો ત્યારબાદ હૈદરાબાદ, મુંબઈ, બેંગલોર, પૂણે, કોલકાતા અને અમદાવાદે સ્થાન મેળવ્યાં હતાં. કોલકાતામાં માગનો વૃદ્ધિદર લગભગ 40 ટકા જેટલો ઊંચો જળવાઈ રહ્યો હતો,

જે પૂર્વના મેટ્રોપોલિસમાં પોતાને સુરક્ષિત રાખવા અંગેની જાગૃતિમાં વધારો થઈ રહ્યાંનો સંકેત છે. જ્યારે હૈદરાબાદમાં માગનો વૃદ્ધિદર 34 ટકા હતો, ત્યારે 28 ટકા સાથે પૂણે ત્રીજા સ્થાને હતું. ટિઅર-2 શહેરોમાં મહત્તમ સર્ચ જોનાર ટોચના ત્રણ શહેરો હતા – લખનૌ, ચંદીગઢ અને જયપુર.

દિલ્હીમાં બાયોમેટ્રિક એટેન્ડન્સ રેકોર્ડ સિસ્ટમ માટે મહત્તમ માગ ફરી જોવા મળી હતી તથા ત્યારબાદ બીજા અને ત્રીજા સ્થાને અનુક્રમે મુંબઈ અને હૈદરાબાદ હતા. ટિઅર-2 શહેરોમાં પણ મહત્તમ 7.2 ટકા માગ જોવા મળી હતી, જે ચંદીગઢ, લખનૌ અને રાંચીમાંથી મળી હતી.

અન્ય બાબતોમાં કારમાં જીપીએસ ટ્રેકર્સ માટેની માગ સૌથી વધુ દિલ્હીમાં જોવા મળી હતી. ત્યારબાદ ટિઅર-1 શહેરોમાં મુંબઈ અને ચેન્નાઈએ અનુક્રમે બીજું અને ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ટિઅર-2 શહેરોમાં મહત્તમ માગ પટણા, રાંચી અને કોઇમ્બતૂરમાં જોવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.