Western Times News

Gujarati News

ભારતમા પણ આઇએસના ત્રાસવાદીઓ હુમલા કરશે

નવી દિલ્હી, ખતરનાક ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના લીડર અબુ બકર અલ બગદાદીના ખાતમા બાદ પણ ખતરો હજુ ટળ્યો નથી. હકીકતમાં આ ત્રાસવાદી સંગઠન દુનિયાભરમાં પોતાના નેટવર્કને ફેલાવી ચુક્યુ છે. અમેરિકાનુ કહેવુ છે કે આ સમય દુનિયાભરમાં આઇએસની ૨૦ શાખા ખુલી ચુકી છે. ચિંતાની વાત એ છે કે એક શાખા દક્ષિણ એશિયામાં પણ તેની શરૂ કરવામાં આવી છે.

આ શાખાના લોકોએ ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. એક ટોપ અમેરિકી અધિકારીએ આ મુજબની માહિતી આપી છે. તેમણે કહ્યુ છે કે આઇએસના ખુરાસાન ગ્રુપ એટલે કે આઇએસ કેના ત્રાસવાદીઓએ ગયા વર્ષે ભારતમાં આત્મઘાતી હુમલો કરવાના પ્રયાસ કર્યા હતા. આ ત્રાસવાદી સંગઠન ખોટા પ્રચારમાં વ્યસ્ત છે. આઇએસ દ્વારા પોતાના કનેક્શનની પણ જાહેરાત કરી દેવામાં આવી છે.

આઇએસની તાકાત ચોક્કસપણે ઘટી ગઇ છે પરંતુ આ સંગઠનમાં રહેલા લોકો હજુ ખતરનાક સાબિત થઇ શકે છે. તેની મર્યાદા રહેલી છે. અફઘાનિસ્તાનની બહાર હુમલા કરવાના પ્રયાસ તેના દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમેરિકાએ હાલમાં ખતરનાક ત્રાસવાદી બગદાદીનો ખાતમો કર્યો હતો. આના માટે અમેરિકાએ ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ખાસ કમાન્ડોની ટીમ બગદાદીનો ખાત્મો કરવા માટે ચોક્કસ વિસ્તારમાં ઉતર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.