ભારતમા બની રહેલી કોરોના વેક્સિન વહેલી તકે ખરીદવા માંગે છે બ્રાઝિલ
બ્રાઝીલિયા, કોરોનાની વેક્સિન લગાવવાનુ અભિયાન શરુ કરવા માટે ભારતમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે ભારતમાં બનેલી કોરોના વેક્સિન મેળવવા માટે બ્રાઝિલે કુટનૈતિક પ્રયાસો શરુ કર્યા છે.
બ્રાઝિલ દુનિયામાં કોરોનાથી પ્રભાવિત દેશોમાં બીજા ક્રમે છે.બ્રાઝિલ ભારતમાં બની રહેલી એસ્ટ્રાજેનેકાની વેક્સિન અને ભારતય બાયોટેકની કોરોના વાયરસની રસી ખરીદવા માંગે છે.
બ્રાઝિલને રસીની જરુરીયાત તાત્કાલિક છે.કારણકે બ્રાઝિલ લેટિન અમેરિકાના બીજા દેશોના મુકાબલે રસીકરણનો કાર્યક્રમ લાગુ કરવામાં પાછળ રહી ગયુ છે.જેના પગલે ભારત પાસેથી બ્રાઝિલ વહેલી તકે રસીના લાખો ડોઝ આયાત કરવા માંગે છે.આ માટે બ્રાઝિલની સરકાર અને પ્રાઈવેટ ફાર્માસ્યુટિકલ કંપનીઓએ પૂરજોશમાં પ્રયાસ શરુ કર્યા છે.
મળતી વિગતો પ્રમાણે બ્રાઝિલ સરકારે ભારતમાં બની રહેલી એસ્ટ્રાજેનેકા રસીના 20 લાખ ડોઝ આયાત કરવા માટે મંજૂરી આપી છે.બ્રાઝિલ સરકાર આ રસી કોઈ પણ પ્રકારના નિકાસ પ્રતિબંધથી પ્રભાવિત ના થાય તે માટે પ્રયાસ કરી રહી છે.