ભારતીએ નીતૂ કપૂરની વહુરાણી આલિયા માટે ગિફ્ટમાં આપ્યું કૂકર

મુંબઇ, તાજેતરમાં જ દીકરાની માતા બનેલી Bharti Sinh હુનરબાઝ-દેશ કી શાનના સેટ પર પાછી ફરી છે. આ વીકેન્ડ પર હુનરબાઝ રિયાલિટી શૉનો ગ્રાન્ડ ફિનાલે છે. ઉલ્લેખનીય છે કે ભારતીએ દીકરાના જન્મના એક દિવસ પહેલા સુધી શૂટિંગ કર્યુ હતું. અને દીકરાના જન્મના ૧૨ જ દિવસ પછી તે કામ પર પાછી ફરી છે. ભારતીના આવ્યા પછી જાણે હુનરબાઝ શૉને ફરી એકવાર ચાર ચાંદ લાગી ગયા છે.
ઉલ્લેખનીય છે કે શૉના ગ્રાન્ડ ફિનાલે એપિસોડમાં મહેમાન તરીકે નીતૂ કપૂર, કોરિયોગ્રાફર મર્ઝી અને નોરા ફતેહી પણ પહોંચશે. આ એપિસોડના ટીઝર મેકર્સે રીલિઝ કર્યા છે જે ઘણાં મજાના છે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે ભારતી સિંહ Nitu Kapoor ને જણાવે છે કે, સોરી હું લગ્નમાં આવી નથી શકી. નીતૂજીએ કહ્યુ હતું કે ભારતી જાનમાં જાે તુ નહીં નાચે તો રણબીરના લગ્ન અધૂરા રહી જશે.
પરંતુ બેબીને કારણે હું લગ્નમાં આવી નહોતી શકી. મેં કરણ જાેહરને એક ગિફ્ટ આપ્યુ હતુ અને કહ્યુ હતું કે આલિયાને આપી દેજાે. પરંતુ કદાચ તે ભૂલી ગયા હશે. નીતૂ કપૂરે ભારતીને કહ્યું કે, અમે લગ્નમાં તને ખૂબ મિસ કરી હતી. ભારતી ગિફ્ટ મંગાવે છે. નીતૂ કપૂર ગિફ્ટ ખોલીને જુએ છે તો તેમાં એક પ્રેશર કૂકર હોય છે. આ જાેઈને હાજર તમામ લોકો હસી પડે છે.
ભારતી કહે છે કે, આ ગિફ્ટ તમે વહુરાણી Alia Bhatt ને આપી દેજાે. મેં લગ્નની તસવીરોમાં જાેયું કે Ranbir ઘણો દુબળો લાગી રહ્યો છે. અમે ઈચ્છીએ છીએ કે આલિયા વહુ તેમાં સારી સારી વાનગી બનાવે અને તમારા દીકરાને ખવડાવે.નીતૂ કપૂર ભારતીનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, તે ખરેખર કેટલું વિચારે છે. નીતૂ કપૂર ટૂંક સમયમાં શરુ થનારા ડાન્સ રિયાલિટી શૉ ડાન્સ Deewant Juniors ને જજ કરતા જાેવા મળશે.
આ શૉ ૨૩ એપ્રિલથી શરુ થશે અને શનિવાર-રવિવારે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ શૉના પ્રમોશન માટે તે નોરા ફતેહી અને મર્ઝી પેસ્તોનજી સાથે હુનરબાઝ પહોંચ્યા હતા. શૉમાં લગ્નનો માહોલ ઉભો કરવા માટે રણબીરનો વરઘોડો પણ નીકાળવામાં આવ્યો હતો.SSS