ભારતીયોને સલામત રીતે બહાર કાઢવા રશિયા પણ એકશનમાં :યુક્રેનમાં 130 બસો ગોઠવી
મોસ્કો, યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવા માટે હવે રશિયાએ પણ મદદ શરુ કરી છે અને કીવ તથા આસપાસના વિસ્તારોમાં 130 બસો તૈયાર રાખવામાં આવી છે અને તેના મારફત તમામને રશિયા લઇ જવામાં આવશે અને ત્યાંથી ભારત પરત ફરશે.
રશિયાથી આ ભારતીયોને પરત લાવવા માટે ભારતીય હવાઈ દળના વિમાનો પહોંચી રહ્યા છે. ભારતીયોને આ ઉપરાંત સ્લોવાકિયાના રસ્તાથી પણ લાવવામાં આવી રહ્યા છે અને તે રીતે આગામી બે દિવસમાં તમામ ભારતીયોને યુક્રેનમાંથી પરત લાવવાની સરકારની યોજના છે. કેન્દ્રીય મંત્રી વી.કે. સિંહ આ સમગ્ર વ્યવસ્થાને અંજામ આપી રહ્યા છે.
રશિયાના રાષ્ટ્રીય રક્ષા નિયંત્રણ કેન્દ્રના પ્રમુખ કર્નલ જનરલ મિખાઇલ મીંજીટસેવએ જણાવ્યું હતું કે 130 રશિયન બસો ભારતીયોને બેલગોરોડ ક્ષેત્રમાંથી બહાર કાઢીને રશિયા અને સ્લોવાકિયાના માર્ગે સલામત રીતે પહોંચાડવાની તૈયારી છે અને આવતીકાલ સાંજ સુધીમાં યુક્રેનમાં એક પણ ભારતીયો રહે નહીં તે અમારી ચિંતા છે અને તે માટે અમે ભારતીયોને સલામત રીતે મોકલશું.