ભારતીયો રોજ ૪ કલાક નવ મિનિટ મોબાઈલ પર ગાળે છે
નવી દિલ્હી: મોબાઈલ અને ઈન્ટરનેટ વગરના જીવનની હવે કલ્પના થઈ શકે તેમ નથી. આ બંને વસ્તુઓ લોકોના જીવન સાથે એટલી હદે વણાઈ ગઈ છે. દુનિયામાં અબજાે લોકો સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટનો વપરાશ કરી રહ્યા છે. જાેકે કયા દેશના લોકો મોબાઈલ પર સૌથી વધારે સમય પસાર કરે છે તે અંગે એક નવા રિપોર્ટમાં રસપ્રદ જાણકારી સામે આવી છે.
ઝેડડીનેટના અહેવાલ પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરવામાં બ્રાઝિલના લોકો નંબર વન પર છે. બ્રાઝિલના લોકો રોજ પાંચ કલાક અને ચાર મિનિટ મોબાઈલ પર પસાર કરે છે.ઈન્ડોનેશિયા બીજા ક્રમે છે. ઈન્ડોનેશિયાના નાગરિકો રોજ સરેરાશ પાંચ કલાક અને ત્રણ મિનિટ મોબાઈલ પર વિતાવે છે અને આ સર્વેના લિસ્ટમાં ભારતીયો ત્રીજા ક્રમે છે. ભારતના નાગિરકો રોજ ચાર કલાક અને નવ મિનિટ મોબાઈલ પર ગાળે છે.
આ સિવાયના દેશોની યાદીમાં ચોથા ક્રમે સાઉથ કોરિયા, ચાર કલાક અને આઠ મિનિટ, પાંચમા ક્રમે મેકિસકો, ચાર કલાક અને સાત મિનિટ, છઠ્ઠા ક્રમે તુર્કી, ચાર કલાક અને પાંચ મિનિટ, સાતમા ક્રમે જાપાન, ચાર કલાક અને ચાર મિનિટ, આઠમા ક્રમે કેનેડા, ચાર કલાક અને એક મિનિટ, નવમા ક્રમે અમેરિકા, ત્રણ કલાક અને નવ મિનિટ, દસમા ક્રમે બ્રિટેન, ત્રણ કલાક અને આઠ મિનિટનો છે.