ભારતીય અમેરીકન દંપત્તિએ બિહાર, ઝારખંડમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે કરોડ રૂપિયા દાન આપ્યુ!
(એજન્સી) વૉશિગ્ટન, એક ભારતીય અમેરીકન દંપત્તિએ બિહાર અને ઝારખંડમાં સ્વાસ્થ્ય સેવાઓ માટે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યુ છે. બિહાર, ઝારખંડ એસોસીએશન ઓફ નોર્થ અમેરીકાએ જાહેરાત કરી હતી.
૧,પ૦,૦૦૦ ડોલરનું આ ઉદાર દાન રમેશ અને કલપના ભાટીયા ફેમીલી ફાઉન્ડેશને ઉપરોકંત એસોસીએશને આપ્યુ છે. જે રકમ બિહાર અને ઝારખંડના ગ્રામીણ વિસ્તારોમાં સ્વાસ્થ્યની સુવિધાઓ માટે વાપરવામાં આવશે.
પ્રવાસી અલુમની નિઃશુલ્ક ભારતીય અમેરીકાના ડોક્ટરો દ્વારા ચલાવવામાં આવે છે. જેઓ બિહાર અને ઝારખંડના ેંવંચિત લોકો માટે સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. આ ડોક્ટરોએ રાચીમાં ક્લિનીક શરૂ કરી છે. જેઓ જરૂરીયાતમંદોને મફત તબીબી સગવડો પૂરી પાડે છે.
રમેશ અને કલ્પના ભાટીયા દ્વારા અપાયેલા ઉદાર દાનથી અમને પ્રોત્સાહન મળ્યુ છે. બીજેએએનએ ના અધ્યક્ષ અવિનાશ ગુપ્તાએ કહ્યુ હતુ કે અમે મોટા પાયે દાન મેળવીએ છીએ. જેના લીધે અમે આ કાર્ય કરી શકીએ છીએ.
કલ્પના ભાટીયા એન.આઈ.ટી. પટણામાં ભણી હતી અને હવે ટેક્ષાસમાં સફળતાથી ધંધો કરી રહી છે.