Western Times News

Gujarati News

ભારતીય કંપનીનું સાયબર સીક્યોરિટીનું બજેટ જરૂરિયાતથી ઓછું

ફક્ત 8 ટકા ભારતીય આઇટી મેનેજરો માને છે કે, તેમની પાસે સાયબર ક્ષેત્રની જોખમકારક ઘટનાઓની ઓળખ કરવા, તપાસ કરવા અને એને પ્રતિસાદ આપવા કુશળ ટીમ હોવી જોઈએ

સર્વેનાં મુખ્ય તારણો:

  • આઇટી ટીમો તેમનો સરેરાશ 32 ટકા સમય સીક્યોરિટી માટે ફાળવે છે, છતાં કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીનો અભાવ ધરાવે છે
  • 81 ટકા ભારતીય આઇટી મેનેજર્સે જણાવ્યું હતું કે, તેમની કંપનીનું સાયબરસીક્યોરિટીનું બજેટ (લોકો/ટેકનોલોજી સામેલ છે) જરૂરિયાતથી ઓછું છે
  • 89 ટકા ભારતીય આઇટી મેનેજરો માને છે કે સાયબરસીક્યોરિટી ટેકનોલોજી સાથે તાલમેળ જાળવવો પડકારજનક બાબત છે

 મુંબઈ,  નેટવર્ક અને એન્ડપોઇન્ટમાં ગ્લોબલ લીડર સોફોસ (LSE: SOPH)એ આજે એનાં ગ્લોબલ સર્વે ધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટીનાં તારણોની જાહેરાત કરી હતી, જેમાં ખુલાસો થયો છે કે, આઇટી મેનેજર્સ તમામ દિશાઓમાંથી અનેક સાયબર હુમલાઓનો સામનો કરે છે તથા સુરક્ષાની કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીનાં અભાવે તાલમેળ જાળવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. સર્વેમાં 3,100 આઇટી મેનેજર્સનો સર્વે થયો હતો, જેઓ અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકામાં મિડ-સાઇઝ વ્યવસાયોનાં છે.

સુરક્ષા માટે કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજીનો અભાવ

સોફોસનાં સર્વે મુજબ, ભારતીય આઇટી મેનેજર્સે જણાવ્યું હતું કે, તેમની ટીમનો સરેરાશ 32 ટકા સમય સીક્યોરિટી મેનેજમેન્ટ માટે ઉપયોગ થાય છે. છતાં ફક્ત 8 ટકા મેનેજર્સનું માનવું છે કે, સીક્યોરિટી ઘટનાઓ ઓળખવા, એની ચકાસણી કરવા અને એને પ્રતિસાદ આપવા મજબૂત ટીમ હોવી જોઈએ.

બજેટનાં સંબંધમાં 81 ટકા મેનેજર્સે જણાવ્યું હતું કે, તેમની કંપનીનું સાયબરસીક્યોરિટી બજેટ (જેમાં લોકો અને ટેકનોલોજી સામેલ છે) ઓછું છે. હાલની ટેકનોલોજીનો ઉપયોગ અન્ય એક સમસ્યા છે, જેની સાથે સંમત 89 ટકા મેનેજર્સે જણાવ્યું હતું કે, સાયબર ટેકનોલોજી સાથે અપ-ટૂ-ડેટ રહેવું તેમની કંપની માટે એક પડકાર છે. આ માટે સુરક્ષા માટેની કુશળતા, બજેટ અને અત્યાધુનિક ટેકનોલોજી સાથે તાલમેળ જાળવવાનો અભાવ છે, જે સંકેત આપે છે કે, આઇટી મેનેજર્સ આગામી સમસ્યાનું સમાધાન કરવા માટે આયોજન કરવા અને સંચાલન કરવાને બદલે સાયબર હુમલાઓને વળતો જવાબ આપવા સંઘર્ષ કરી રહ્યાં છે.

સોફોસનાં પ્રિન્સિપલ સર્ચ સાયન્ટિસ્ટ ચેસ્ટર વિસ્નીવ્સ્કીએ કહ્યું હતું કે, “ટોચ પર રહેવા માટે સાયબર જોખમોનો સામનો કુશળતાપૂર્વક કરી શકે એવી નિષ્ણાતોની ટીમ જોઈએ, પણ આઇટી મેનેજર્સ ઘણી વાર યોગ્ય પ્રતિભાને શોધવામાં સમય ભાગ્યે જ ફાળવે છે અથવા યોગ્ય સીક્યોરિટી સિસ્ટમ ધરાવતાં નથી, જે તેમને એટેકનો ઝડપથી અને અસરકારક રીતે જવાબ આપવાની સુવિધા આપે છે.

જો કંપનીઓ જોખમો સામે પ્રતિસાદ આપવા ઇન્ટેલિજન્સની વહેંચણી કરવા અને ઓટોમેટિક પ્રતિસાદ આપવા સંયુક્તપણે કામ કરે એવા ઉત્પાદનો ધરાવતી સીક્યોરિટી સિસ્ટમ અપનાવી શકે છે, તો આઇટી સીક્યોરિટીની ટીમો ગઈકાલનાં હુમલા પછી સતત હુમલા ટાળી શકે છે અને આવતીકાલે શું થશે એની સામે વધારે સારી રીતે લડી શકે છે. સીક્યોરિટી સિસ્ટમ સ્થાપિત હોવાથી આઇટી મેનેજર્સની સીક્યોરિટી સ્કિલ્સનો ગેપ દૂર કરવામાં મદદ મળે છે. સંપૂર્ણ કંપનીમાં એકબીજા સાથે સંકલન સ્થાપિત કરે એવા ટૂલનોનો ઉપયોગ સરળતાપૂર્વક કરી શકે એવી સીક્યોરિટી પરિપક્વતા વધારવા વ્યવસાયોને વધારે સમયની જરૂર છે અને સાથે સાથે એની પાછળ વાજબી ખર્ચ આવે છે.”

સાયબર સીક્યોરિટીનાં અશક્ય કોયડાનું સમાધાન લાવતી સિન્ક્રોનાઇઝ સીક્યોરિટી

સપ્લાય ચેઇન એટેક, ફિશિંગ ઇમેલ, સોફ્ટવેર એક્સપ્લોઇટ, જોખમો, અસુરક્ષિત વાયરલેસ નેટવર્ક વગેરેમાંથી સાયબર જોખમો ઊભા થતાં હોવાથી વ્યવસાયોએ તેમને અગાઉ સામનો ન કર્યો હોય એવા જોખમોને વધારે સારી રીતે ઓળખવા અને ગેપને દૂર કરવામાં મદદરૂપ થાય એવા સીક્યોરિટી સોલ્યુશનની જરૂર છે. સિંગલ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ સોફોસ સીન્ક્રોનાઇઝ સીક્યોરિટી રિયલ-ટાઇમમાં ઓટોમેટિક રીતે ઘટનાઓને પ્રતિસાદ આપવા માહિતી વહેંચવા સોફોસ એન્ડપોઇન્ટ, નેટવર્ક, મોબાઇલ, વાઇ-ફાઈ અને પ્રોડક્ટ એન્ક્રિપ્શનને સંકલિત કરીને જોખમોને અતિજરૂરી વિઝિબિલિટી પ્રદાન કરે છે. સીન્ક્રોનાઇઝ સીક્યોરિટી વિશે વધારી માહિતી  Sophos.com પર ઉપલબ્ધ છે.

ધ ઇમ્પોસ્સિબલ પઝલ ઓફ સાયબરસીક્યોરિટી સર્વે ડિસેમ્બર, 2018 અને જાન્યુઆરી, 2019માં હાથ ધરવામાં આવ્યો છે, જે સ્વતંત્ર માર્કેટ રિસર્ચમાં નિષ્ણાતો વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં છ ખંડોનાં 12 દેશોમાં 3,100 આઇટી મેનેજર્સની મુલાકાત લેવામાં આવી હતી, જેમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો, કોલંબિયા, બ્રાઝિલ, બ્રિટન, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ભારત અને દક્ષિણ આફ્રિકા સામેલ છે. કંપનીઓનાં તમામ ઉત્તરદાતાઓ 100થી 5,000 કર્મચારીઓ વચ્ચે હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.