ભારતીય કાર ઉદ્યોગમાં શા માટે SUVs સેગમેન્ટ મોખરે
SUVs –ભારતીય કાર બજારમાં સૌથી વધુ આકર્ષક સેગમેન્ટ
ભારતમાં કારનું બજાર અતિ ગતિશીલ અને પરિવર્તનકારક છે. દર ત્રણ મહિને ટ્રેન્ડ કે પ્રવાહ બદલાય છે. આપણે ડિજિટલ માધ્યમો થકી કારની ખરીદી જોઈ શકીએ છીએ. ઉદ્યોગે અભૂતપૂર્વ રીતે બુકિંગ્સનું સીમાચિહ્ન જોયું છે. દેશી ભારતીય ગ્રાહકો –‘મોટી કારને શ્રેષ્ઠ’ ગણે છે. ઉ
દ્યોગના વિવિધ પ્રવાહો સૂચવે છે કે, દેશમાં સેદાન અને હેચબેક કારનાં સંયુક્ત વેચાણની સરખામણીમાં SUVsનું વેચાણ વધારે થઈ રહ્યું છે. આપણે દર ત્રણ મહિને બજારમાં આશરે બે SUV લોંચ જોઈ શકીએ છીએ. નવી કંપનીઓ ભારતમાં પ્રવેશી રહી છે અને સીધા SUVs સેગમેન્ટમાં પ્રવેશી રહી છે.
આ મોટી કારમાં ભારતીય કાર બજારનું આકર્ષણ ઓટો નિર્માતાઓએ અનુભવ્યું છે. ચાલો આપણે ભારતીય કાર ઉદ્યોગમાં શા માટે SUVs સેગમેન્ટ મોખરે રહે છે એનો તાગ મેળવવાનો પ્રયાસ કરીએ, તેમ બોઇઝ એન્ડ મશીન્સના સ્થાપક અને એમડી સિદ્ધાર્થ ચતુર્વેદીએ કહ્યું હતું.
SUV સેગમેન્ટનું સૌથી મોટું આકર્ષણ અને ગ્રાહકો વચ્ચે એની સૌથી વધુ ખરીદીનાં મુખ્ય કારણો પૈકીનું એક કારણ છે – ડિઝાઇન. રુફરેલ અને ક્લેડિંગ જેવી સુવિધાઓ ફરક ઊભો કરે છે. મોટા ટાયર્સ, આકર્ષક ફ્રન્ટ ગ્રિલ, એથ્લેટિક હાઇટ અને લાંબો વ્હીલબેઝ – આ તમામ બાબતો SUVsને વધારે આકર્ષક બનાવે છે.
ઓટોનિર્માતાઓ મજબૂત ડિઝાઇન રજૂ કરે છે, જે રોડ પર પ્રભાવશાળી હાજરીને પ્રતિબિંબિત કરે છે. ભારતીય કારના ગ્રાહકને પોતાની કાર પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાય એ ગમે છે. તમે SUVની ડિઝાઇનને નાની કારોએ પણ અપનાવી છે, જે માઇક્રો-SUVs તરીકે ઓળખાય છે. તાજેતરમાં ભારતીય કારનિર્માતાઓ પૈકીની એક કંપનીએ SUVs પ્રત્યે તેનાં મુખ્ય વ્યવસાયને નવેસરથી પરિભાષિત કર્યો છે.
લેમ્બોરગિની અને ફેરારી જેવી લક્ઝરી કાર કંપનીઓએ પણ દાયકાઓ સુધી સ્પોર્ટ્સ-કાર સંચાલિત વ્યૂહરચના અપનાવ્યાં પછી પહેલીવાર તેમની SUVs પ્રસ્તુત કરી હતી. જ્યારે ફક્ત સ્પોર્ટ્સ કાર બનાવતી કંપનીઓ SUVs પ્રસ્તુત કરી રહી છે, ત્યારે ઉપભોક્તાઓની ખરીદીમાં ચોક્કસ વધારો થયો છે. આ હવે સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતું સેગમેન્ટ નથી, પણ તમામ સુવિધાઓ મેળવવાનો ફાયદો પણ ધરાવે છે.
આ પ્રકારની કારનો અન્ય એક લાભ પાવર છે. આ પ્રકારની કારમાં વધારે જગ્યા હોવાથી ઓટોકંપનીઓ મોટાં એન્જિનો ફિટ કરી શકે છે અને કોઈ પણ પ્રકારના નિયંત્રણો વિના પ્રાઇમ મૂવિંગ સિસ્ટમની સુવિધા આપી શકે છે. એન્જિનીયર્સ સૌથી વધુ સ્પેસ કે જગ્યાનો ઉપયોગ કરી શકે છે. હા, તમે મોટા ફ્લોર બેડ સાથે વધારે ક્ષમતા ધરાવતી બેટરી પણ મૂકી શકો છે. આ નાની કારમાં શક્ય નથી. SUVs સાથે ઇનોવેશન પર પણ કોઈ મર્યાદા નથી. આ રીતે SUVs સેગમેન્ટ વધુને વધુ મોટું થઈ રહ્યું છે.
દરેક માટે પર્યાપ્ત જગ્યા! તમે લેટેસ્ટ ટ્રેન્ડ અને પાવરફૂલ SUVsસાથે દરેક માટે પર્યાપ્ત જગ્યા મેળવો છો. સામાન્ય SUV ઓછામાં ઓછા પાંચ પેસેન્જર માટે સુવિધાજનક છે. મોટી SUVs આઠ પેસેન્જરને સમાવી શકે છે. તમે પરિવાર સાથે લાંબો પ્રવાસની, કેમ્પિંગ માટે જવાની, અજાણ્યાં રુટનો રોમાંચક પ્રવાસ માણવાની મજા માણી શકો છો – આ તમામ સૌથી વધુ સુવિધા અને આત્મવિશ્વાસ સાથે. હાઇ-પર્ફોર્મન્સ સસ્પેન્શન સિસ્ટમ સાથે મોટા ટાયર્સ અને વ્હીલ આર્ક કારને રફ રોડ પર કારની સફર સરળ બનાવે છે. જ્યારે કોર્નરિંગની વાત આવે છે, ત્યારે સારું ઘર્ષણ જળવાઈ રહે છે, જે દરેક સફરને સલામત બનાવે છે અને પ્રવાસીઓનો આત્મવિશ્વાસ વધે છે.
લક્ઝરી ઇન્ટિરઅર્સે SUVsની લોકપ્રિયતા ટોચ પર લઈ ગઈ છે. લક્ઝરી ઓટોનિર્માતાઓની SUVs ઇન્ટેરિઅર સ્પેસને અતિ સુંદર બનાવે છે. અલકેન્ટેરા સીટ, આસપાસ લાઇટિંગ, સ્ટીરિયો 3-ડી સાઉન્ડ સિસ્ટમ, સ્પોર્ટિયર ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ, મેસેજ ફંક્શન અને અભૂતપૂર્વ લેગ સ્પેસ સાથે દરેક પ્રકારની લક્ઝી સુવિધાનો આનંદ લો.
આ તમામ ખાસિયતો SUVsને અન્ય પ્રકારની કાર વચ્ચે અલગ પાડે છે. તમને મજબૂત ડિઝાઇન, જબરદસ્ત પાવર, સૌથી વધુ સ્પેસ અને લક્ઝરી – આ તમામ એક પેકેજમાં મળે છે. આ હકીકતને ધ્યાનમાં રાખીએ તો વધારે ગ્રાહકો SUVsની આકર્ષકતા અનુભવવા આતુર હોવાથી ભારતીય કાર બજારમાં આ સેગમેન્ટ સતત વિકસતું રહેશે. ઇલેક્ટ્રિક કારો માટે પણ ઉત્પાદકો ભવિષ્યની મોબિલિટી માટે પ્રવેશદ્વાર તરીકે SUV સેગમેન્ટ ઊભું કરી રહ્યાં છે. ઇલેક્ટ્રિક પાવરટ્રેન રનિંગ ખર્ચને વધારે વાજબી બનાવે છે તથા SUVsની સુવિધા, લક્ઝરી અને સ્પેસ કારનિર્માતાઓ અને ઉપભોક્તાઓ એમ બંનેને એકસરખી રીતે આકર્ષે છે.