ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતના દરિયા કાંઠે Re-SAREX 2020નું આયોજન
Ahmedabad, ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા 22-23 જાન્યુઆરી 2020 દરમ્યાન પ્રાદેશિક સ્તરની શોધ અને બચાવ કવાયત (Re-SAREX 2020)નું આયોજન કરવામાં આવ્યું હતું. સંકલન રીતે દરિયામાં શોધ અને બચાવ દરમિયાન સહભાગીઓની સજ્જતા અને પ્રતિસાદ તપાસવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ વર્કશોપ અને ટેબલટોપ કવાયતથી શરૂ થયો હતો અને 23 જાન્યુઆરીએ સમુદ્રમાં કવાયત શરૂ થઈ હતી.
આમાં બે બચાવ કવાયતમાં દરિયામાં એરક્રાફ્ટ તૂટી પડે છે અને ફિશિંગ બોટમાં આગ લાગે તેવી બે કવાયતનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં 06 ICG જહાજ, 02 ICG એર ક્રાફ્ટ, 01 ઈન્ડિયન એરફોર્સ, MI-17 હેલિકોપ્ટર, 01 નૌકાદળનું જહાજ અને 01 મરીન પોલીસ બોટનું સંકલિત કોઓર્ડિનેશન જોવા મળ્યું હતું. સમુદ્રમાં સંકટમાં ફસાયેલી કોઇ વ્યક્તિની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા ઉપરાંત સંકટ સંચાર તંત્ર, બચાવ ટેકનિકો, અગ્નિશમન અને ભારતીય સંસાધન એજન્સીઓની બચાવ ક્ષમતાઓની ક્ષમતાનું સંચાલન મેરિટાઇમ રેસ્ક્યૂ સબ સેન્ટર (MRSC), પોરબંદર ખાતેથી કરવામાં આવ્યું હતું.
ગાંધીનગરના કમાન્ડર કોસ્ટ ગાર્ડ રીજન (NW)ના ઈન્સપેક્ટર જનરલ રાકેશ પાલ PTM, TMએ આ કવાયતની સમીક્ષા કરી હતી. ભારતીય નૌકાદળ, બંદર સત્તામંડળ, મત્સ્ય વિભાગ ઈસરો, જિલ્લા વહિવટી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન, VTMS અને મરીન પોલીસના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો.
આ વર્કશોપ દરમિયાન, મજબૂત મિકેનિઝમની દિશામાં દરિયાઈ શોધ અને બચાવને લગતી બાબતો પર વિચારણા કરવામાં આવી હતી. સમીક્ષા અધિકારીએ દરિયાઈ શોધ અને બચાવના બહુ – પરિમાણીય મુદ્દાની ચર્ચાને સમુદ્રમાં લોકોની સલામતી સુનિશ્ચિત કરવા દરિયામાં હિતધારકોના સહિયારા પ્રયત્નો અને આત્મવિશ્વાસ મેળવવા માટે હોદ્દેદારો વચ્ચે પુન: તાલમેલ વાતચીત અને સમન્વયની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.