Western Times News

Gujarati News

ભારતીય ક્રિકેટર રાહુલ ચેહરે ગર્લફ્રેન્ડ ઈશાની જોહર સાથે સાત ફેરા લીધા

પણજી, ભારતીય ક્રિકેટર રાહુલ ચહરે તેની મંગેતર ઈશાની જાેહર સાથે લગ્ન કરી લીધા છે. આ લેગ-સ્પિનરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ સાથે નવી ઇનિંગની શરૂઆત કરી છે. તેમની પત્ની ઈશાની વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે. આગ્રાના રહેવાસી રાહુલ ચાહરે ડિસેમ્બર ૨૦૧૯માં જયપુરમાં બેંગલુરુની ઈશાની જાેહર સાથે સગાઈ કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં.

રાહુલના લગ્ન પ્રસંગે તેનો પરિવાર પણ તેની સાથે રહ્યો હતો. તેનો ભાઈ અને ભારતીય ક્રિકેટર દીપક ચહર તેની મંગેતર અને બહેન માલતી ચહર સાથે હાજર હતો.

રાહુલ-ઈશાનીના લગ્નની વિધિ ગોવાની હોટેલ ડબલ્યુમાં થઈ હતી. મંગળવારે મહેંદી સેરેમની બાદ રાહુલ ચાહરે ઈશાની સાથેની પોતાની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. પ્રથમ દિવસ મહેંદીના રંગોથી ભરેલો હતો. લગ્નનું રિસેપ્શન તાજનગરી આગ્રામાં ૧૨ માર્ચે યોજાશે.

રાહુલ ભારત માટે વનડે અને ટી ૨૦ મેચ રમ્યો છે. તે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો, પરંતુ આ વખતે પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સામેલ કર્યો છે.આઇપીએલ મેગા ઓક્શન ૨૦૨૨માં રાહુલને ૫.૨૫ કરોડની ભારે કિંમત મળી છે.આઇપીએલમાં તે પ્રથમ વખત મુંબઈ સિવાય અન્ય ટીમ તરફથી રમશે. ૨૦૧૮ થી ૨૦૨૧ સુધી રાહુલ મુંબઈની ટીમનો ભાગ રહ્યો છે.

રાહુલે ભારત માટે એક વનડે અને પાંચ ટી ૨૦ મેચ રમી છે. તેની એક વનડે મેચમાં ત્રણ વિકેટ છે, જ્યારે તેણે પાંચ ટી-૨૦ મેચમાં સાત વિકેટ ઝડપી છે. રાહુલ ચહર ઉપરાંત દીપક ચહરની પણ સગાઈ થઈ ગઈ છે. તેણે સ્ટેડિયમમાં જ આઇપીએલ મેચ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને પ્રપોઝ કર્યું હતું. દીપક પણ જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ શકે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.