Western Times News

Gujarati News

ભારતીય ખેલાડી પરવેઝ રસૂલ પર પીચ રોલર ચોરી કરવાનો આરોપ લાગ્યો

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં એક પીચ રોલર ગાયબ થયા બાદ ઓલરાઉન્ડર પરવેઝ રસૂલને મુશ્કેલીમાં મૂકાય ગયો છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનો આરોપ છે કે આ રોલર પરવેઝ રસૂલે ચોર્યું છે. જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશને પરવેઝ રસૂલને કહ્યું કે અથવા તો તે પીચ રોલર પરત કરે દે કે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવા માટે તૈયાર રહે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તમારી પાસે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનની સંપત્તિ છે. વિશ્વાસ તોડવાના બદલામાં કોઈ પણ સખત પગલાં ઉઠાવવા જેમાં પોલીસ કાર્યવાહી પણ સામેલ હોય શકે છે.

તેમને નિર્દેશ આપવામાં આવે છે કે એક અઠવાડિયામાં એસોસિએશનનો સામાન આપી દો નહીં તો અમે કોઈ પણ કાર્યવાહી કરવા માટે સ્વતંત્ર હોઈશું. જાેકે ત્નદ્ભઝ્રછના આરોપોને પરવેઝ રસૂલે નકાર્યા છે. એક અંગ્રેજી અખબારે પરવેઝ રસૂલના સંદર્ભે જણાવ્યું કે શું એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટર જેણે જમ્મુ-કાશ્મીર ક્રિકેટને પોતાનું તન-મન આપ્યુ તેની સાથે વ્યવહાર કરવાની આ રીત છે? તો બીસીસીઆઇ તરફથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન ચલાવવા માટે નિમણૂક કરવામાં આવેલા ૩ સભ્યોમાંથી એક અનિલ ગુપ્તાનું કહેવું છે કે આ બાબતે ખોટા કારણે જાેર પકડી લીધું.તેમને એક અંગ્રેજી અખબાર સાથે વાતચીત કરતા કહ્યું કે અમે માત્ર પરવેઝ રસૂલને જ નથી લખ્યું પરંતુ બધા જિલ્લાના એસોસિએશનમાં જે પણ શ્રીનગરથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનનો સામાન લઈ ગયું છે તેમને આ બાબત લખી છે. લેટર એ બધા માટે છે જેમના નામ અમારી પાસે રજિસ્ટર્ડ છે. પરવેઝ રસૂલે આ વાતનું ખોટું માન્યું છે કે તેને લેટર કેમ લખવામાં આવ્યો. પરવેઝ રસૂલ અનંતનાગ જિલ્લાના બિજબેહરાનો રહેવાસી છે. જેકેસીએએ પહેલા બિજબેહરાના મોહમ્મદ શફીને નોટિસ મોકલી અને પછી પરવેઝ રસૂલને.

અનિલ ગુપ્તાએ કહ્યું કે તેમણે એમ એટલા માટે કર્યું કેમ કે રજિસ્ટરમાં તેમના રેકોર્ડમાં રસૂલનું નામ હતું. અમે એમ એટલા માટે કર્યું કેમ કે અમે એક ઓડિટ રિપોર્ટ તૈયાર કરવા માગીએ છીએ. વર્ષોથી અહીં કદાચ જ ઓડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હશે. એટલે કોર્ટના આદેશ બાદ જ્યારે અમે કાર્યભાર સંભાળ્યો તો જાેયું કે મશીનરી મળી રહી નથી. તે ઉપ-સમિતિ જૂનમાં જમ્મુ-કાશમિત હાઇ કોર્ટ દ્વારા એક આદેશ પાસ કર્યા બાદ અસ્તિત્ત્વમાં આવી. ભારતીય જનતા પાટીના બે પ્રવક્તા અનિલ ગુપ્તા અને એડવોકેટ સુનિલ સેઠીની ક્રિકેટર મિથુન મન્હાસ સાથે પેનલમાં નિમણૂક કરવામાં આવી હતી. તેનાથી અતિરિક્ત, શ્રીનગરમાં ક્રિકેટના વિકાસને જાેવા અને ઉપ સમિતિને રિપોર્ટ કરવા માટે માજિદ ડારની નિમણૂક કરવામાં આવી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.