ભારતીય જમીન પર સીપીઇસીનું નિર્માણ બંધ કરવામાં આવે
નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાનના વિદેશ મંત્રીઓની તાજેતરમાં બેઠક બાદ જારી સંયુકત નિવેદનમાં જે રીતે કાશ્મીરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનાથી ભારત ગુસ્સે છે.ભારતે બંન્ને દેશોને કડક ચેતવણી આપી છે કે તે ભારતના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરવાનું બંધ કરે.બિનકાનુની રીતે કબજાે કરવામાં આવેલ ભારતીય જમીન પર ચીન પાકિસ્તાન આર્થિક ગલિયારા(સીપીઇસી)નું નિર્માણ પણ બંધ કરે એ યાદ રહે કે બીજીંગમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશી અને ચીનના વિદેશ મંત્રી વાંગ ઇની વચ્ચે મુકાબલા બાદ જારી સંયુકત નિવેદનમાં ભારતના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ હતો.
આ બાબતે વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ વાગચીએ કહ્યું કે ભારત હંમેશાની જેમ આ બંને દેશોના નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરનો ઉલ્લેખ આવવાને નકારે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ હંમેશાથી ભારતનો અભિન્ન હિસ્સો રહ્યાં છે અમે હંમેશા પાકિસ્તાન અને ચીનને કહ્યું છે કે કહેવાતું સીપીઇસીનું નિર્માણ પાકિસ્તાન તરફથી બિન કાનુની રીતે કબજે કરવામાં આવેલ ભારતીય જમીન પર કરવામાં આવી રહ્યું છે.અમે પાકિસ્તાન તરફથી કબજે કરવામાં આવેલ બિન કાનુની જમીનમાં યથાસ્થિતિ બદલવાના પ્રયાસની કડક ટીકા કરીએ છીએ અમે તમામ પક્ષોથી કોઇ પણ રીતના કામને રોકવાની અપીલ કરીએ છીએ
આ તાજેતરના દિવસોમાં સીપીઇસીની બાબતમાં ભારત તરફથી આપવામાં આવેલ સૌથી કડક નિવેદન છે.ભારત પહેલા પણ સીપીઇસીને લઇ વિરોધ કરતુ રહ્યું છે પરંતુ સીધી રીતે ચીનને તેના માટે પહેલીવાર તેના પર કામ રોકવા કહ્યું છે.
સીપીઇસી પર ચીન તરફથી પહેલી બેઠક વર્ષ ૨૦૧૫માં બોલાવવામાં આવી હતી જેમાં ભારતે ભાગ ન લઇ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો જાણકારો અનુસાર ત્યારબાદથી ચીને ભારતને લઇ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે ભારતના વિરોધ બાદ ફ્રાંસ અમેરિકા બ્રિટેન જાપાન દક્ષિણ કોરિયા ઓસ્ટ્રેલિયા જેવા દેશોએ આંતરરાષ્ટ્રીય માળખાગત વિકાસ પરિયોજનાઓમાં બીજા દેશોની ભૌગોલિક અખંડતાનો આદર કરવાની વાત કહી છે.