ભારતીય તટરક્ષક દળે ઇન્ટરસેપ્ટર બોટ C-454નો પ્રારંભ કર્યો
ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટુર્બો દ્વારા ડિઝાઇન કરીને તૈયાર કરવામાં આવી છે અને 18 ઑગસ્ટ 2020ના રોજ સુરતના કલેક્ટર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ IAS ડૉ. ધવલ પટેલના ધર્મપત્ની શ્રીમતી (ડૉ) હરિલ ડી. પટેલ દ્વારા તેનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. 27 મીટર લંબાઇ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદભૂત સીકિપિંગ, ગતિશીલતા ધરાવે છે અને તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ (83 કિમી/ કલાક) છે અને 500 નોટકિલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.