ભારતીય દર્શકોમાં વધ્યો છે પાકિસ્તાની સીરિયલો જોવાનો ક્રેઝ

મુંબઈ, આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પરંતુ કહેવાય છે કે કળાને કોઈ સરહદ નથી નડતી. તમને જાણીને નવાઈ લાગશે કે આઝે પણ ભારતીય દર્શકો ઉત્સાહથી અને મજા લઈને પાકિસ્તાની ટીવી સીરિયલો જાેતા હોય છે. દર્શકોને ભાષાને કારણે તેમજ સ્ટોરીલાઈનને કારણે આ ડ્રામા પસંદ કરતા હોય છે.
અહીં અમે તમને પાંચ એવા પાકિસ્તાની ડ્રામા વિશે જણાવી રહ્યા છીએ જે સુપરહિટ છે અને તમે ઓટીટી પર તેને જાેઈ શકો છો. ભારતમા જ્યારે ઝિન્દગી ચેનલ પર આ સીરિયલ ટેલિકાસ્ટ કરવામાં આવી હતી, ત્યારથી જ લોકો તેને પસંદ કરી રહ્યા છે.
આ શૉમાં ફવાદ ખાન અને માહિરા ખાનની જાેડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી. રાતોરાત ફવાદ ખાન અને માહિરા ખાન ઘરઘરમાં ફેમસ થઈ ગયા હતા. આ સીરિયલમાં માહિરાએ ખીરદ નામની એક મહિલાનું અને ફવાદે અશર નામના યુવકનું પાત્ર ભજવ્યુ હતું.
આ સીરિયલમાં ડ્રામા અને રોમાન્સનું કોમ્બિનેશન જાેવા મળશે. આ સીરિયલ નેટફ્લિક્સ પર જાેવા મળશે. ટીવી શૉ ઝિંદગી ગુલઝાર હૈ પણ તે સીરિયલોમાંથી એક છે જેને ભારતમાં અઢળક પ્રેમ મળ્યો. આ સીરિયલમાં પણ લીડ એક્ટર ફવાદ ખાન છે.
આ સિવાય સીરિયલમાં સનમ સઈદ પણ છે. ફવાદ ખાને ઝારૂન જ્યારે સનમે કશફનો રોલ ભજવ્યો છે. બન્નેનું વ્યક્તિત્વ સીરિયલમાં ઘણું અલગ છે. કશફ મિડલ ક્લાસ ફેમિલીની સમજદાર અને સીધી સાદી છોકરી છે જ્યારે ઝારુન ધનિક પરિવારનો બેફિકર યુવક છે.
તેઓ એક કોલેજમાં અભ્યાસ કરે છે. આ સીરિયલ પણ તમે નેટફ્લિક્સ પર જાેઈ શકો છો. આ સીરિયલમાં પાકિસ્તાનની લોકપ્રિય અભિનેત્રી માહિરા ખાનના અભિનયે લોકોના દિલ જીતી લીધા હતા. આ સીરિયલમાં તે એક નાના શહેરની છોકરીના રોલમાં જાેવા મળી છે. માહિરા ખાન સાથે આ સીરિયલમાં લીડ રોલમાં અદનાન મલિક છે. માહિરાએ શાનો જ્યારે અદનાને ખલીલનું પાત્ર ભજવ્યું છે.
આ શૉ પણ નેટફ્લિક્સ પર હાજર છે. નેટફ્લિક્સ પર ઉપલબ્ધ પાકિસ્તાની સીરિયલ દામમાં બે છોકરીઓની મિત્રતાની સ્ટોરી દર્શાવવામાં આવી છ. ઝારા(સનમ બલોચ) અને મલીહા(આમીના શેખ)ના પરિવારો ઘણાં અલગ છે, પરંતુ તેમની મિત્રતા આનાથી પ્રભાવિત નથી થતી. પરંતુ જ્યારે મલીહાનો ભાઈ જુનૈદ (આદિલ હુસૈન) ઝારા સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે વાર્તામાં વળાંક આવે છે.
ભારત અને પાકિસ્તાનના વિભાજન સમયની આ સ્ટોરી ઘણી જ ભાવુક કરનારી છે. બાનો(સનમ બલોચ) અને હસન(ફવાદ ખાન) એકબીજા સાથે પ્રેમમાં છે, પરંતુ વિભાજનને કારણે તેમણે અલગ થવું પડે છે. આ શૉમાં ફવાદ ખાન અને સબા કમરના પાત્રએ લોકોનાં દિલ જીત્યા હતા. આ સીરિયલ પણ તમે નેટફ્લિક્સ પર જાેઈ શકો છો.SS1MS