ભારતીય નૌસેનાએ ભારતીયોને પરત લાવવામાં મદદરૂપ થવા માટે તૈયાર ક્વૉરેન્ટાઇન સુવિધાઓ સાથે જહાજોને રવાના કર્યા
ભારતીય નૌસેનાએ IOR પ્રદેશમાં કેટલાક દેશોમાં તબીબી ટીમો અને અન્ય સહાયક પૂરવઠા સાથે નૌસેનાના જહાજો રવાના કરી દીધા છે. વળતા પ્રવાસમાં, આ જહાજોમાં વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવામાં આવશે. વધુમાં, સશસ્ત્ર દળોને આ જહાજોમાં રાખવામાં આવ્યા છે જેમાં છ તૈયાર ક્વૉરેન્ટાઇન સુવિધાઓ પણ છે જેમાં કેટલાક દેશોમાંથી લાવવામાં આવી રહેલા 2100 ભારતીયોને ક્વૉરેન્ટાઇન કરી શકાશે.
ભારતના વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સંકલનમાં રહીને વિદેશમાંથી ભારતીયે લાવવાની કામગીરી ચાલી રહી છે. કોવિડ-19ના કારણે સાઉદી અરેબિયા, કુવૈત, યુનાઇટેડ આરબ અમિરાત, બહેરીન અને મલેશિયામાં ફસાયેલા ભારતીયોને ત્રણ સેવાઓ – ભારતીય સૈન્ય, નૌસેના અને વાયુ સેના દ્વારા જોધપુર, જૈસલમેર, ભોપાલ, કોચી, વિશાખાપટ્ટનમ અને ચેન્નઇ ખાતે ઉભી કરવામાં આવેલી ક્વૉરેન્ટાઇન સુવિધાઓમાં રાખવામાં આવશે.