Western Times News

Gujarati News

ભારતીય નૌસેનાના યુદ્ધ જહાજ પર પહેલીવાર બે મહિલા અધિકારીઓ તૈનાત થશે

નવી દિલ્હી, ભારતીય નૌસેનામાં લિંગ સમાનતાને સાબિત કરવા માટેના એક પગલાંના ભાગરૂપે સબ-લેફ્ટનેન્ટ કુમુદિની ત્યાગી તથા સબ-લેફ્ટિનન્ટ રિતિ સિંહને નૌસેનાના યુદ્ધ જહાજ પર ક્રૃ તરીકે તૈનાત કરવામાં આવશે અને તેઓ આવું કરનારી પહેલી મહિલા અધિકારી હશે. જો કે ભારતીય નૌસેના ઘણી મહિલા અધિકારીઓને ભરતી કરી રહી છે પરંતુ અત્યાર સુધીમાં મહિલા અધિકારીઓને યુદ્ધ જહાજ પર લાંબા સમય માટે તૈનાત કરવામાં આવી નથી. જેની પાછળનું ઘણાં કારણો છે જેમ કે, ક્રૃ ક્વાર્ટરમાં પ્રાઈવસીની કમી તથા મહિલાઓ માટે ખાસ બાથરૂમની વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી.

હવે આ બધુ બદલવાનું નક્કી છે. આ બંન્ને યુવા મહિલા અધિકારી નૌસેની મલ્ટી રોલ હેલીકોપ્ટરમાં લાગેલા સેંસરોને ઓપરેટ કરવાની તાલીમ લઈ રહી છે, માનવામાં આવી રહ્યું છે કે આ બંન્ને મહીલા અધિકારી નૌસેનાના નવા MH-60 R હેલિકોપ્ટરમાં ઉડાન ભરશે. MH-60 R હેલિકોપ્ટરને પોતાની શ્રેણીમાં દુનિયામાં સૌથી અત્યાધુનિક મલ્ટી રોલ હેલિકોપ્ટર માનવામાં આવે છે. તેને દુશ્મનન શીપ અને સબમરિનને ડિટેક્ટ કરવા અને તેમનું ધ્યાન દોરવા માટે ડિધાઈન કરવામાં આવ્યું છે.

વર્ષ 2018માં તત્કાલિન રક્ષામંત્રી નિર્મલા સિતારમણે લોકહીડ માર્ટિન દ્વારા નિર્મિત હેલિકોપ્ટરની ખરીદીને મંજુરી આપી હતી. જેની કિંમત લગભગ 2.6 અરબ અમેરીકન ડોલર હતી. મહિલા અધિકારીઓની યુદ્ધ જહાજમાં તૈનાતીના અહેવાલ એવા સમયે સામે આવ્યા છે જ્યારે ભારતીય વાયુસેના પણ મહિલા ફાઈટર પાયલટને રાફેલ વિમાનની ફ્લીટને ઓપરેટ કરવા માટે શોર્ટલિસ્ટ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.