ભારતીય નૌસેનાની પહેલી મહિલા પાયલોટ બની સબ લેફટનન્ટ શિવાંગી
નેવીના ડોરનિયર એરક્રાફટના કોકપીટમાં ઉડાન ભરવા તૈયાર
કોચ્ચી, ભારતીય નેવીમાં મહિલા સન્માન માટે આજનો દિવસ ઐતિહાસિક છે. કારણ કે નેવીને પહેલી મહિલા પાયલોટ મળી ગઈ છે. સબ લેફટનન્ટ શિવાંગી સિંહે કમાન સંભાળી છે. બિહારના મુઝફફરપુરની રહેવાસી સબ લેફટનન્ટ શિવાંગી કોચ્ચીમાં પોતાની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ નેવીના ડોરનિયર એરક્રાફટના કોકપીટમાં ઉડાન ભરવા માટે તૈયાર છે.
નેવીના જણાવ્યા અનુસાર સબ લેફટનન્ટ શિવાંગીએ શોર્ટ સર્વિસ કમિશનનો ર૭મો એનઓસી કોર્સ જાઈન કર્યો હતો. અને ગત વર્ષે જૂન ર૦૧૮માં કેરળના એઝીમાલા સ્થિત ઇન્ડીયન નેવલ એકેડેમીમાં પોતાની કમિશનિંગ પૂરી કરી હતી. લગભગ દોઢ વર્ષની પાયલોટ ટ્રેનિંગ બાદ આજે શિવાંગી નેવીની પહેલી મહિલા પાયલોટ બની છે.
કોચ્ચી સ્થિત નૌસેનાની દક્ષિણી કમાનમાં સૈન્ય પરંપરા મુજબ તેને પાયલોટ તરીકે સામેલ કરવામાં આવ્યા. દર વર્ષે ૪ ડીસેમ્બરે નેવી પોતાનો સ્થાપના દિવસ મનાવે છે. આ સ્થાપના દિવસ ૧૯૭૧ના યુધ્ધમાં પાકિસ્તાન પર ભારતીય નેવીની મોટી અને નિર્ણાયક કાર્યાવહીના વિજયોત્સવના રૂપે મનાવવામાં આવે છે.
૪૮માં સ્થાપના દિવસ પેહલાં જ ભારતીય નેવીએ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું ઉાઠાવ્યુ છે. નેવીની પહેલી મહિલ્ પાયલોટ શિવાંગી નૌસેનાનું ટોહી વિમાન ડોરનિયર ઉડાવશે અને સમુદ્રી સરહદોનું ધ્યાન રાખશે.