ભારતીય નૌસેનામાં સામેલ થનારા અત્યંત ખતરનાક ‘રોમિયો’નો પહેલો લૂક
નવી દિલ્હી, ભારતીય નૌ સેનામાં સામેલ થનારા એમએચ-60 રોમિયાનો પહેલો લૂક સામે આવ્યો છે.ભારતે આવા 24 હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. રોમિયો હેલિકોપ્ટર અમેરિકાની કંપની લોકહીડ માર્ટિન બનાવે છે અને આ હેલિકોપ્ટર અમેરિકા તેમજ તેના મિત્ર દેશોની નૌ સેના વાપરે છે.લોકહીડ માર્ટિને ભારતીય નૌસેના દિવસ નિમિત્તે તેનો પહેલો લૂક શેર કર્યો હતો.
આ હેલિકોપ્ટર પર ભારતીય વાયુસેનાનુ સિમ્બોલ પણ નજરે પડી રહ્યુ છે. રોમિયો હેલિકોપ્ટર ભારતીય નૌ સેનાની તાકાત વધારશે.આ હેલિકોપ્ટર દરિયાના પેટાળમાં હંકારતી સબમરિનને શોધીને તેનો ખાત્મો બોલાવવા માટે વપરાય છે.ભારત માટે તેમાં બીજા કેટલાક અત્યાધુનિક ફીચર ઉમેરવામાં આવ્યા છે.
ભારત આ 24 હેલિકોપ્ટર માટે લગભગ 2 અબજ ડોલર ચુકવવાનુ છે. રોમિયોમાં સંખ્યાબંધ પ્રકારના રડાર લગાવવામાં આવતા હોય છે.તે સબમરિનને ખતમ કરવા માટે હેલ ફાયર મિસાઈલ, ટોરપીડો જેવા ઘાતક શસ્ત્રોથી સજ્જ હોય છે. રાતના અંધારામાં પણ તે ટાર્ગેટ પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.
હેલિકોપ્ટરની રેન્જ તેના સાથીદાર હેલિકોપ્ટર અપાચે જેટલી એટલે કે લગભગ 830 કીમીની છે. હેલિકોપ્ટરનો ટ્રાન્સપોર્ટ અને મેડિકલ ફેસિલિટી માટે પણ ઉપયોગ કરી શકાય છે.