ભારતીય પુરુષ બેડમિન્ટન ખેલાડીઓએ ૧૧ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Bedmintan-1024x576.jpg)
નવીદિલ્હી, ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમએ તાહિતીને ૫-૦થી હરાવી ૨૦૧૦ બાદ પ્રથમ વાર થોમસ કપના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભારતે બીજા મુકાબલામાં ૫-૦ થી જીત હાંસલ કરી છે. આ પહેલાં તેઓએ રવિવારના નેધરલેન્ડ્સને આ જ રીતે હરાવ્યું હતું.
તાહિતી પર જીતથી ભારતના ગ્રુપ ઝ્ર માં ટોચના બેમાં સ્થાન હાંસલ કર્યું. ભારતના સ્ટાર ખેલાડી કિદાંબી શ્રીકાંતને તો આ મુકાબલામાં ઉતારવામાં પણ ન હોતો આવ્યો. તેનો આગામી મુકાબલો હવે ચીન સાથે થશે. ત્યારે ભારતે હવે આકરી ટક્કરનો સામનો કરવો પડશે. જાે ભારતી ચીનને હરાવી દે છે તો ક્વાર્ટર ફાઇનલમાં તેને આસાનીથી ડ્રો મળી શકે છે.
તાહિતી વિરૂદ્ધ બી સાઇ પ્રણિત એ ઓપનિંગ સિંગલ્સમાં લુઇસ બ્યુબોઇસ પર માત્ર ૨૩ મિનીટમાં ૨૧-૫, ૨૧-૬ થી જીત હાંસલ કરી. ત્યાર બાદ સમીર વર્માએ રેમી રૉસી ૨૧-૧૨, ૨૧-૧૨ થી હરાવીને ટીમને ૨-૦ થી બઢત અપાવી. આ મેચ ૪૧ મિનીટ સુધી ચાલી. કિરણ જાેર્જએ ત્રીજા મેન્સ સિંગલ્સમાં ઇલાયસ મૌબ્લાંકને માત્ર ૧૫ મિનીટમાં ૨૧-૪, ૨૧-૨ થી આકરી હાર આપી ભારતને અજેય બઢત અપાવી.
યુગલ મુકાબલામાં કૃષ્ણપ્રસાદ અને વિષ્ણુ વર્ધનની જાેડીએ ૨૧ મિનીટમાં ૨૧-૮, ૨૧-૭ થી જીત હાંસલ કરી. જ્યારે દિવસની અંતિમ મેચમાં સાત્વિક સાઇરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ મૌબ્લાંક અને હીવા યવોનેટને ૨૧-૫, ૨૧-૩ થી હરાવ્યાં.
ભારતીય પુરુષ ટીમે અગાઉ ૨૦૧૦ માં થોમસ કપની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી, જ્યાં તેઓ ઇન્ડોનેશિયા સામે હારી ગયા હતા. ભારતીય મહિલા ટીમ પણ મંગળવારે સ્કોટલેન્ડને ૩-૧થી હરાવીને ઉબેર કપની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી હતી. આજે ભારતીય મહિલા ટીમને છેલ્લી ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે ટકરાવવાની છે.
થોમસ કપ અને ઉબેર કપનું પ્રદર્શન ભારતીય બેડમિન્ટન માટે પ્રોત્સાહક છે કારણ કે તાજેતરમાં ફિનલેન્ડના વનાટામાં રમાયેલા સુદીરમન કપમાં ખેલાડીઓ સારો દેખાવ કરી શક્યા ન હોતાં. આનું એક કારણ કે ઘણાં સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી હતી. થોમસ અને ઉબેર કપ એક સપ્તાહ સુધી ચાલે છે અને તેમાં પાંચ મહાદ્રીપોના ૧૬ દેશો ભાગ લઈ રહ્યાં છે.HS