ભારતીય પ્રવાસીઓએ મેડિસન સ્કેવરમાં ત્રિરંગો લહેરાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

નવીદિલ્હી,ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (એફઆઇએ)એ યુએસ સ્ટેટ ઓફ ન્યુયોર્કમાં અમૃત ઉત્સવની ઉજવણીના ભાગ રૂપે સૌથી વધુ સંખ્યામાં વિવિધ ધ્વજ લહેરાવા માટે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. ભારતીય પ્રવાસીઓએ ભારતીય આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી કરવાનો પ્રયાસ કર્યો,
જેને સ્વતંત્રતાના અમૃત મહોત્સવ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો. એફઆઇએના પ્રમુખ કેની દેસાઇએ કહયું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને પ્રયત્નોને સલામ કરે છે. તેણે એમ પણ કહયું કે, એફઆઇએએ રેકોર્ડ કરવાનો પ્રયાસ કરીને અમેરિકામાં તેમની માતૃભૂમિને ચમકાવવાનો પ્રયાસ કર્યો છે.
India 🇮🇳 America 🇺🇸celebrate #AzadiKaAmritMahotsav this way also 😎😇😇
Indian Tri-Color flying above the Hudson River USA 🇮🇳🇮🇳@AmritMahotsav @IndiainNewYork @narendramodi #75thindependenceday #azadikaamritmahotsav2022 #IndianTricolor #tirangautsav #FIA #harghartiranga pic.twitter.com/7rXSEM3Zkx
— FIA NY-NJ-NE (@FIANYNJCTNE) August 16, 2022
એફઆઇએના પ્રમુખ અંકુર વૈદ્યએ જણાવ્યું હતું કે આ રેકોડર્સ વૈશ્વિક સમુદાયને સમર્પિત છે અને તેમના સમર્થન માટે સમુદાયનો આભાર માન્યો જેના વિના આ સિદિ્ઘ શકય ન હોત. દેસાઇએ વધુમાં જણાવ્યું હતું કે આજે એફઆઇએ એ ભારતને ગૌરવ અપાવ્યું છે અને આ સિદિ્ઘ સ્વાતંત્ર્ય સંગ્રામના અજાણ્યા અને ગુમનામ નાયકોને શ્રદ્ઘાંજલિ છે.
એફઆઇએ સેક્રેટરી અને ઇવેન્ટસ ચેર ફોર એફટર્સ પ્રવીણ બંસલે જણાવ્યું હતું કે આ પ્રયાસ માટે મોટા પાયે પ્રયત્નોની જરૂર હતી અને એફઆઇએ સ્વયંસેવકોની સમગ્ર ટીમ છેલ્લા કેટલાક મહિનાઓની દિવસરાત કામ કરી રહી હતી. ખાસ કરીને લોજિસ્ટિકસ પોતે જ એક મોટો પડકાર હતો.
૧૫૦૦ થી વધુ જે સ્વયંસેવકોએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેઓ વહેલી સવારે આવીને દેશભકિતના ઉત્સાહનું વાતાવરણ ઊભું કર્યુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ એ ભારત સરકાર દ્વારા ભારતની આઝાદીની ૭૫મી વર્ષગાંઠની યાદમાં આયોજીત કાર્યક્રમોની શ્રેણી છે.
જનભાગીદારીની ભાવના સાથે આ તહેવારને દેશભરમાં જાહેર ઉત્સવ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આઝાદી અમૃત પર્વની ઉજવણી કરીને ભારત સહિત વિશ્વના દરેક ભાગમાં તિરંગા ઝુંબેશથી લોકોમાં દેશભકિતની ભાવના જન્મી છે, સાથે સાથે આ અભિયાન દ્વારા યુવાનોને દેશ માટે કંઇક મોટું કરવાની પ્રેરણા મળી છે.HM