ભારતીય ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ.. આખરે એવું તો શું થઈ ગયું ?
પ્રતિબંધ સાથે ભારતીય ફૂટબોલ માટે કાળો દિવસ
ફિફા ભારતીય સ્પોર્ટ્સ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે
ફિફાએ ભારતીય ફૂટબોલ ફેડરેશન પર પ્રતિબંધ મૂક્યો
નવી દિલ્હી,આખરે એવું તો શું થઈ ગયું કે જેનો ડર હતો. દુનિયાભારમાં ફૂટબોલ ચલાવતી સૌથી મોટી સંસ્થા એટલે કે ફિફાએ ભારતીય ફૂટબોલ ફેડરેશન પર બેન લગાવી દીધો છે. તેનો સીધો મતલબ એ થાય છે કે હવે ભારત આ વર્ષે ઓક્ટોબરમાં યોજનારા વીમેન્સ અંડર-૧૯ ફૂટબોલ વર્લ્ડકપની યજમાની નહીં કરી શકે અને પોતાની ટીમને ઈન્ટરનેશલ ઈવેન્ટમાં મોકલી પણ શકશે નહીં.
ફિફાએ ત્રીજા પક્ષ દ્વારા બિન જરુરી દખલ કરવાનું કારણ રજૂ કરીને ભારતીય ફૂટબોલ ફેડરેશનને સોમવારે રાત્રે આ કડક ર્નિણય લીધો છે. ફિફાએ કહ્યું આ સસ્પેન્શન તાત્કાલિક પ્રભાવથી લાગુ કરાયું છે. ફિફાએ એક નિવેદનમાં કહ્યું, આ સસ્પેન્શન ત્યારે જ ટળશે જ્યારે FIFA એટલે કે ભારતીય ફૂટબોલ ફેડરેશન પોતાની કાર્યકારી સમિતીની જાહેરાત ના કરી દે. જાેકે, સુપ્રીમ કોર્ટની દખલ બાદ દેશમાં ફૂટબોલ ફેડરેશનનું કામ CoA દ્વારા જાેવામાં આવી રહ્યું છે.
ફિફા ભારતીય સ્પોર્ટ્સ મંત્રાલયના સતત સંપર્કમાં છે અને સકારાત્મક પરિણામ આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અનુભવી સ્ટ્રાઈકર સુનીલ છેત્રીએ બે દિવસ પહેલા પોતાના સાથી ખેલાડીઓને આ અંગે ધ્યાન આપવા માટે કહ્યું હતું. ભારતીય ફૂટબોલ પર ફિફા સસ્પેન્શન પર વધારે ચિંતા નહીં કરવા અઅને મેદાન પર પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન યથાવત રાખવાની સલાહ આપી છે.
આ મહિને શરુઆતમાં ફિફાએ પ્રતિબંધની ધમકી આપી છે. છેત્રીએ નવી સીઝનની શરુઆતમાં તેમની ક્લબ બેંગ્લુરુ AFCની વર્ચ્યુઅલ મીડિયા વાતચીતમાં કહ્યું હતું, “મેં છોકરાઓ સાથે વાત કરી છે અને મારી સલાહ છે કે વધારે ધ્યાન તેના પર ના આપશો કારણ કે તે આપણા નિયંત્રણની બહાર છે. ભારતમાં ૧૧થી ૩૦ ઓક્ટોબર સુધી ફીફા મહિલા અંડર-૧૭ વર્લ્ડ કપની યજમાની કરવાનું છે. ડુરંડ કપ ૧૬ ઓગસ્ટથી કોલકાતામાં શરુ થશે, જેમાં બેંગ્લુરુ AFCનો સામનો ટુર્નામેન્ટના બીજા દિવસે જમશેદપુર AFC સાથે થવાનો છે. બેંગ્લુરુ AFCએ વર્ષ ૨૦૧૩માં એન્ટ્રી કર્યા પછી લગભગ તમામ મોટી ટ્રોફી પોતાને નામે કરી છે, માટે ટીમ પોતાની ‘ટ્રોફિ કેબિનેટ’ ડુરંટ કપ ટ્રોફી પોતાને નામે કરવા માટે ઉત્સુક છે.ss1