ભારતીય બિઝનેસમેને સ્પોટ ફિક્સિંગ માટે સંપર્ક કર્યો: ટેલર
નવી દિલ્હી, ક્રિકેટ જગતમાં મેચ ફિક્સિંગના આક્ષેપે ફરી એક વખત સનસનાટી મચાવી છે. ઝિમ્બાબ્વેના સિનિયર ક્રિકેટર અને ૨૦૦ કરતા વધારે વન ડે રમી ચુકેલા બ્રેન્ડન ટેલરે કબૂલાત કરી છે કે, મારો સ્પોટ ફિક્સિંગ માટે એક ભારતીય બિઝનેસમેન દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો.
ઓક્ટોબર ૨૦૧૯માં કોઈ ભારતીય બિઝનેસમેને મારો સ્પોન્સરશિપના બહાને એપ્રોચ કર્યો હતો.મને કહેવામાં આવ્યુ હતુ કે, ઝિમ્બાબ્વેમાં ટી-૨૦ લીગ શરુ કરવાની યોજના છે.મને ભારત આવવા માટે ૧૫૦૦૦ ડોલર આપવામાં આવ્યા હતા.મારુ ક્રિકેટ ભવિષ્ય અનિશ્ચિત હતુ એટલે હું ભારત આવીને આ બિઝનેસમેનને મળ્યો હતો.
બ્રેન્ડન ટેલરનુ કહેવુ છે કે, આ બિઝનેસમેન સાથે મુલાકાત દરમિયાન ડ્રિન્કસ પાર્ટી થઈ રહી હતી અને મને કોકેન ઓફર કરાયુ હતુ.લોકો તેનુ સેવન કરી રહ્યા હતા અને મેં પણ કોકેન લીધુ હતુ.બીજા દિવસે કોઈ વ્યક્તિએ આવીને મને તેનો વિડિયો બતાવ્યો હતો.આ વિડિયો બતાવીને મને બ્લેકમેલ કરાયો હતો કે, હું મેચ ફિક્સિંગ નહીં કરુ તો આ વિડિયો રિલિઝ કરી દેવામાં આવશે.
ટેલરનુ કહેવુ છે કે, ૨૦૧૯માં બનેલી ઘટનાનો ભાર હું માથા પર લઈને ચાલી રહ્યો હતો અને તેના કારણે મારી મેન્ટલ હેલ્થ પર અસર પડી હતી .જેના કારણે મેં આ અંગે કબૂલાત કરી છે.
દરમિયાન ટેલરનુ નિવેદન સામે આવ્યા બાદ આઈસીસી દ્વારા તેના પર બેન મુકાયો છે અને આ મામલામાં આઈસીસી વધુ કેટલાક ખુલાસા કરી શકે છે.SSS