Western Times News

Gujarati News

ભારતીય મહિલા ક્રિકેટર પ્રિયા પુનિયાની માતાનું નિધન

માતાના નિધન બાદ પ્રિયાએ લોકોને પણ કોરોના નિયમોનું પાલન કરવા અને ખુબ સાવચેતી રાખવા સલાહ આપી

નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટર પ્રિયા પૂનિયાની માતાનુ નિધન થઈ ગયું. તેઓ કોરોનાથી સંક્રમિત હતાં. પ્રિયાએ આ અંગે સોશિયલ મીડિયા પર જાણકારી આપી. કોરોનાના કારણે તાજેતરમાં જ મહિલા ક્રિકેટર વેદા કૃષ્ણમૂર્તિના માતા અને બહેનનું પણ અવસાન થયું છે. પ્રિયાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યુ, ‘આજે મને એ અનુભવાઈ રહ્યું છે કે, કેમ તમે હંમેશા મજબૂત રહેવાનુ કહેતા હતાં.

તમે જાણતા હતા કે એક દિવસ મારે તમને ગુમાવવાનું દુઃખ સહન કરવા માટે હિંમત જાેઈશે. મને તમારી ઘણી યાદ આવી રહી છે મા. ભલે ગમે તેટલી દૂર હોય, પરંતુ મને ખબર છે કે તમે હંમેશા મારી સાથે છો. મને રસ્તો બતાવનારી સ્ટારી, મારી મા. જીવનના કેટલાક સત્ય સ્વીકારવા ઘણા મુશ્કેલ હોય છે. તમારી યાદો ક્યારેય નહીં ભૂલી શકું. કોવિડના કારણે ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પીનર પીયૂષ ચાવલા, પૂર્વ પેસર આરપી સિંહ અને આઈપીએલ સ્ટાર ચેતન સાકરિયાના પિતાનું પણ નિધન થયું છે.

પ્રિયાની પસંદગી આગામી ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમમાં થઈ છે. પ્રિયાનો જન્મ વર્ષ ૧૯૯૬માં રાજસ્થાનના ચુરુ જિલ્લામાં થયો હતો. તેણે વર્ષ ૨૦૧૯માં દક્ષિણ આફ્રિકા સામે વન-ડેમા ડેબ્યુ કર્યું હતું. એ જ વર્ષે પ્રિયાએ ટી-૨૦ ઈન્ટરનેશનલમાં પણ એન્ટ્રી કરી હતી. પ્રિયાએ અત્યાર સુધી ૭ વન-ડે અને ૩ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.