ભારતીય મહિલા ટીમમાં વડોદરાની યાસ્તિકા ભાટિયાની પસંદગી
વડોદરા, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરા ટીમની ડાબોડી બેટધર અને વિકેટ કિપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થતાં શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. તે બે વરસ પહેલાં ભારતીય મહિલા એ ટીમ માટે પણ પસંદગી પામી હતી. યાસ્તિકાની તમામ ફોર્મેટની ટીમમાં પસંદગી કરાઈ છે. ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ, ૩ વન-ડે અને ૩ ટી-૨૦ મેચ રમશે.
હજુ ગત ફેબ્રૂઆરી માસમાં ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકા ટીમ સામેની ભારતીય મહિલા વન-ડે ટીમમાં તેની પસંદગી કરાઈ હતી. અગાઉ ઇન્ડિયા એ ટીમ માટે ગત સિઝનમાં પસંદગી થઇ હતી. યાસ્તિકા ભાટિયા ડાબોડી ઓપનીંગ બેટસવુમન છે અને વિકેટ કીપર પણ છે. તેણીએ ક્રિકેટ રમવાની શરૂઆત વાયએસસી ખાતે શરૂ કરી હતી. ત્યારબાદ તેની કેરીયર સતત પ્રગતિ કરતી થઈ હતી. વડોદરાની ઓલરાઉન્ડર રાધાયાદવની પસંદગી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ભારતીય મહિલા ટી-૨૦ ટીમમાં થઇ છે.HS