ભારતીય મહિલા હોકી ટીમના પૂર્વ સુકાની સુનીતા ચંદ્રાનું નિધન
નવીદિલ્હી, ભારતીય મહિલા હોકી ટીમના પૂર્વ સુકાની અને અર્જૂન પુરસ્કાર પ્રાપ્ત સુનીતા ચંદ્રાનું નિધન થયું છે.તેઓ ૭૬ વર્ષના હતાં.સુનીતાના પુત્ર ગૌરવ દ્વારાએ જણાવ્યું હતું કે તેમણે ઉધમાં જ અંતિમ શ્વાસ લીધા હતાં તેમણે કહ્યું કે જા કે તેમને ઉમર હોવાને કારણે આરોગ્ય સંબંધી કેટલીક તકલીફો હતી.
તેઓ વરષ ૧૯૫૬થી ૧૯૬૬ સુધી ભારતીય હોકી મહિલા ટીમ માટે રમી હતી અને આ દરમિયાન વર્ષ ૧૯૬૩થી ૧૯૬૬ સુધી તેઓ ટીમના સુકાની રહ્યાં હતાં તેમને બે પુત્રો છે સુનીતાના પતિ યતીશ ચંદ્રા છે જે ભારતીય પોલીસ સેવાના પૂર્વ અધિકારી રહી ચુકયા છે તેમના અંતિમ સંસ્કાર ભોપાલમાં કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે સુનીતાના નિધન પર ઉડા શોકની લાગણી વ્યકત કરતા કહ્યું કે સુનીતા ચંદ્રા ઉત્કૃષ્ટ ખેલાડી અને દેશનું ગૌરવ હતાં.તેમણે ભારતીય મહિલા હોકીને નવી ઉચાઇ આપી હતી. મુખ્યમંત્રીએ ઇશ્વરથી દિવંગત આત્માની શાંતિ તથા શોક સંતપ્ત પરિવારને આ દુખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.