ભારતીય મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલ ચૂકી ગઈ
ટોક્યો: ટોક્યો ઓલમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ બ્રિટન સામેનો બ્રોન્ઝ મેડલ માટેનો મુકાબલો હારી જતાં ઈતિહાસ રચવાથી ચૂકી ગઈ છે. બ્રિટન સામે ભારતને ૩-૪થી હારનો સામનો કરવો પડ્યો છે. જાેકે, ભારતીય મહિલા હોકી ટીમનું શાનદાર પ્રદર્શન પ્રશંસકો વર્ષો સુધી યાદ રાખશે. ટીમનું આ ઓલમ્પિકમાં ઓવરઓલ સૌથી સારું પ્રદર્શન રહ્યું. આ પહેલા ભારતીય પુરૂષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ટીમ ૪૧ વર્ષ બાદ મેડલ જીતવામાં સફળ રહી હતી. ભારતને ટોક્યોમાં અત્યાર સુધી ૨ સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ સહિત ૫ મેડલ મળ્યા છે. ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ મેચ દરમિયાન કોર્નરનો બચાવ્યા ઉપરાંત બ્રિટનના અનેક હુમલાઓ રોક્યા. ૩૫મી મિનિટમાં બ્રિટેનની કેપ્ટન હોલી વેબે ગોલ કરીને સ્કોર ૩-૩થી બરાબર કરી દીધો.
ત્રીજા ક્વાર્ટર બાદ સ્કોર ૩-૩થી બરાબર રહ્યો. ચોથા ક્વાર્ટરમાં ઉદિતાને યલો કાર્ડ મળ્યું. આ કારણે તે ૫ મિનિટ સુધી મેદાનની બહાર હતી. તેના કારણે ટીમને નુકસાન વેઠવું પડ્યું. બ્રિટનને સતત ત્રીજાે કોર્નર મળ્યો અને ૪૮મી મિનિટમાં ગ્રેસ બાલ્સસ્ડોને ગોલ કરીને ટીમને ૪-૩થી આગળ કરી દીધી. ત્યારબાદ એક પણ ગોલ ન થયો અને બ્રિટને બ્રોન્ઝ મેડલ જીતી લીધો. બીજા ક્વાર્ટરમાં ભારતે શાનદાર વાપસી કરી અને આ ક્વાર્ટરમાં ટીમે ત્રણ ગોલ કરીને હાફ ટાઇમની રમત સુધી બ્રિટન પર ૩-૨થી સરસાઈ મેળવી લીધી હતી.
બીજા ક્વાર્ટરમાં ગોલનો વરસાદ થયો. જ્યાં પહેલા ક્વાર્ટરમાં કોઈ ગોલ નહોતો થયો. તો બીજા ક્વાર્ટરમાં કુલ મળીને ૫ ગોલ થયા. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની સેમી ફાઇનલમાં પ્રથમ વખત રમી રહેલી ભારતીય મહિલા હોકી ટીમનું ગોલ્ડ જીતવાનું સપનું તૂટી ગયું હતું. સેમી ફાઇનલમાં ભારતનો આજેર્ન્ટિના સામે ૧-૨થી પરાજય થયો હતો. પ્રથમ સેમી ફાઇનલમાં જર્મનીને ટીમે બ્રિટનને ૫-૧થી હરાવ્યું હતું જેથી ભારતનો બ્રોન્ઝ મેડલ જીતવા માટે બ્રિટન સામે મુકાબલો હતો. નોંધનીય છે કે, ભારતીય પુરૂષ ટીમે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ભારતને ૪૧ વર્ષ બાદ ઓલમ્પિકમાં મેડલ મળ્યો છે. મહિલા ટીમ માત્ર ત્રીજી વાર ઓલમ્પિકમાં ઉતરી છે. ૨૦૧૬ રિયો ઓલમ્પિકમાં ટીમ ૧૨મા નંબર પર રહી હતી. આ ઉપરાંત ૧૯૮૦માં ટીમ ચોથા નંબર પર રહી હતી. જાેકે, તે સમયે સેમીફાઇનલ મેચ નહોતી. આ રીતે ભારતીય હોકી ટીમનું પ્રદર્શન ટોક્યો ઓલમ્પિકમાં સર્વશ્રેષ્ઠ રહ્યું છે.