ભારતીય માસૂમ છે જે સરકારના દાવા પર વિશ્વાસ કરે છે: ચિદમ્બરમ
નવીદિલ્હી, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે કહ્યું કે તેમણે ભારતીયો જેવા ભલા લોકો કયાંય જાેયા નથી જે સરકારના તેમના કાર્યક્રમોના અમલને લઇ કરવામાં આવેલ દાવાઓ પર વિશ્વાસ કરી લે છે.પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમે એક સાહિત્યિક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે મેં ભારતીયો જેવા માસૂમ લોકો કયાંય જાેયા નથી જે સમાચાર પત્રોમાં કંઇક પણ છપાઇ જાય તો આપણે તેના પર વિશ્વાસ કરી લઇએ છીએ.
તેમણે કહ્યું કે જેમ કે એ દાવા પર વિશ્વાસ કર્યો કે દેશના તમામ ગામોમાં વિજળી પહોંચી ગઇ છે અને ભારતના ૯૯ ટકા પરિવારો માટે શોચાલય બનાવી દેવામાં આવ્યા છે.તેમણે કહ્યું કે આવું જ કંઇક આયુષ્માન ભારત યોજનાના મામલામાં પણ થયું છે.ચિદમ્બરમે કહ્યું કે તેમના કાર ચાલકના પિતાનું ઓપરેશન આ યોજના હેઠળ થનાર હતું જાે કે આવું થઇ શકયુ નહીં. તેમણે કહ્યું કે મેં તેને પુછયું કે શું તારી પાસે આયુષ્યમાન કાર્ડ છે તેણે એક કાર્ડ બતાવ્યું તો મેં તેને કહ્યું કે આને હોસ્પિટલ લઇ જાવ. ચિદમ્બરમે કહ્યું કે અનેક હોસ્પિટલોએ કહ્યું કે તેમને આયુષ્યુમન યોજના જેવી કોઇ યોજનાની માહિતી નથી. પરંતુ આપણે વિશ્વાસ કરી લઇ છીએ.HS