Western Times News

Gujarati News

ભારતીય મૂળના નીરા ટંડન બિડેનના વરિષ્ઠ સલાહકાર નિયુકત

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બિડેન દ્વારા કેબિનેટ માટે ચૂંટાયેલા ભારતીય મૂળના નીરા ટંડનને વ્હાઇટ હાઉસના વરિષ્ઠ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ તેઓ બિડેન દ્વારા મેનેજમેન્ટ અને બજેટ કચેરીના વડા તરીકે ચૂંટાયા હતા, પરંતુ વિરોધ પ્રદર્શન વચ્ચે માર્ચમાં તેમનું નામાંકન પાછું ખેંચી લીધું હતું.

સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસના સ્થાપક જ્હોન પોડેસ્ટાએ એક નિવેદનમાં કહ્યું છે કે નીરા ઇન્ટેલિજન્સ, સખત મહેનત અને રાજકીય દ્રષ્ટિ બિડેન વહીવટ માટે નિર્ણાયક સાબિત થશે. અમને સીએપીમાં તેમની કુશળતા અને લીડરશીપ યાદ રહશે જેનું ૨૦૦૩ માં ગઠન કરવામાં આવ્યું હતું.

માર્ચમાં, વ્હાઇટ હાઉસે નીરા ટંડનને નિયામક તરીકે નિમણૂક કરવા માટે રાષ્ટ્રપતિ જાે બિડનના નામાંકન દરખાસ્તને બજેટ કચેરીમાં પરત લીધું હતું. નીરાના નામે બંને પક્ષોમાં થઈ રહેલા વિરોધ સમાપ્ત થઈ શક્યા નહીં. ડેમોક્રેટિક અને રિપબ્લિકન વચ્ચેના ઉમેદવારીપત્રકની પુષ્ટિ કરવા માટે તે પૂરતા મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા હોવાથી નીરાએ પણ પાછી ખેંચવાની ઘોષણા કરી.

બિડેનની ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો દ્વારા નીરાના નામની પુષ્ટિ માટેની વિનંતી પણ નકારી કાઢી હતી. બિડેને તે પછી કહ્યું હતું કે- ‘શ્રીમતી ટંડને કહ્યું છે કે મેનેજમેન્ટ અને બજેટ ડિરેક્ટર કચેરી માટેનું તેમનું નામાંકન પાછું ખેંચી લેવું જાેઈએ અને મેં તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે.’

આપને જણાવી દઈએ કે ટંડનની નિમણૂકની પુષ્ટિ કરવાની રીત પહેલાથી જ મુશ્કેલ હતી અને ભૂતકાળમાં ઘણા સાંસદો વિરુદ્ધ કરવામાં આવેલી ટ્‌વીટ્‌સના કારણે તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં તેમણે આવા ૧૦૦૦ જેટલા વધુ ટ્‌વીટ ડીલીટ કરીને સેનેટરોની માફી પણ માંગી લીધી હતી, પરંતુ તેમનો વિરોધ ઓછો થયો ન હતો.ત્યારે બિડેને કહ્યું કે હું તેમના અનુભવ, કુશળતા અને વિચારોનું ખૂબ માન આપું છું અને ઈચ્છું છું કે તેઓ મારા વહીવટમાં ભૂમિકા ભજવે અને આખરે બિડેને તેને એક નવી જવાબદારી આપી, તેમને આટલી મહત્ત્વની જવાબદારી સોંપી દીધી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.