ભારતીય મૂળની નીરાને બિડેન સરકારમાં મોટી જવાબદારી મળી શકે છે
વોશિંગ્ટન, જાન્યુઆરી ૨૦૨૧માં અમેરિકાના નિર્વાચિત રાષ્ટ્રપતિ જો બ્રિડેન પદ અને ગોપનીયતાના સોગંદ લેશે પુરી દુનિયાની નજર તેમના પર અને તેમના મંત્રીમંડળ પર લાગેલી છે.ભારત માટે આ એટલા માટે પણ ખાસ છે કારણ કે તેમાં ભારતીયોને મહત્વપૂર્ણ જવાબદારી મળી રહી છે. પહેલીવાર કોઇ ભારતીય મૂળની મહિલા દુનિયાની સૌથી મોટી શક્તિની ઉપરાષ્ટ્રપતિ બનનાર છે.
બ્રિડેનના મંત્રીમંડળમાં ભારતીય મૂળની ફકત તેજ નથી પરંતુ નીરા ટંડન પણ તેને એક મહત્વપૂર્ણ હિસ્સો બનનાર છે. એ યાદ રહે કે નીરાને વર્ષ ૨૦૧૨માં નેશનલ જર્નલે વોશિંગ્ટનની ૨૫મી સૌથી શક્તિશાળી મહિલાઓમાં સામેલ કરી હતી આ ઉપરાંત વર્ષ ૨૦૧૪માં ધ વર્કિગ વુમેન મેગ્ઝીને વિશ્વની ૫૦ સૌથી શક્તિશાળી માતા તરીકે સામેલ કરી હતી આ વર્ષે ઇલી મેગ્ઝીન દ્વારા વોશિંગ્ટનની ૧૦ સૌથી શક્તિશાળી મહિલાઓમાં પણ ચુંટી હતી.
નીરા ઓબામા પ્રશાસનમાં એક સલાહકારની ભૂમિકા નિભાવી ચુકી છે. માનવામાં આવે છે બ્રિડેન તેમને નવી જવાબદારી તરીકે ડાયરેકટર ઓફ ધ વ્હાઇટ હાઉસ બજેટ ઓફિસની ભૂમિકગા આપનાર છે જયારે સેસિલા રાઉજનું નામ કાઉસિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝરીના પ્રમુક તરીકે સામે આવી રહ્યું છે જાે કે તેમના નામ પર સીનેટની મહોર લાગવી જરૂરી રહેશે નીરા હાલ સેંટર ફોર અમેરિકન પ્રોગ્રેસની પ્રમુખ છે આ એક લિબરલ થિંક ટેંક છે. આ પદ પર તે વર્ષ ૨૦૧૧થી કાબેલ છે આમ તો આ સંસ્થાથી તે ૨૦૦૩થી જાેડાયેલ છે આ પહેલા તે ઓબામા પ્રશાસનમાં આરોગ્ય સલાહકાર પણ રહી ચુકી છે.
તેમણે ૨૦૧૬ની અમેરિકી ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર હિલેરી કિલંટનના સલાહકારની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી હિલેરીની પ્રચાર ટીમના ટ્રાંજિશન પ્રોજેકટની સહ પ્રમુખ તરીકે તેનું કામ જીતની સુરતમાં સત્તાના ટ્રાંસફરથી જાેડાયું હતું. ૧૦ સપ્ટેમ્બર ૧૯૭૦ના રોજ અમેરિકાના મૈસેચુસેટ્સ રાજયના બેડફોર્ડમાં જન્મેલી નીરાના માતા પિતાની વચ્ચે તે સમયે તલાક થયા હતાં જયારે તે ફકત પાંચ વર્ષની હતી
તેની માતાએ તેનું પાલન પોષણ માટે ખુબ સંધર્ષ કર્યો હતો કેલિફોર્નિયા યુનિવર્સિટીથી ગ્રેજયુએટ થયા બાદ તેમણે ૧૯૯૬માં યેલ યુનિવર્સિટીથી ૧૯૯૬માં ડોકટ્રેટની ઉપાધિ હાંસલ કરી ત્યારબાદ તે યેલ લો એન્ડ પોલીસી રિવ્યું એડિટર પણ રહી યેલથી અભ્યાસ પુરો કર્યા બાદ નીરાએ વોશિંગ્ટનનું વલણ કર્યું
અહીં તેણે આંતરિક નીતિઓની એક થિંક ટેકસની સાથે કામ શરૂ કર્યું તેમણે ભારતીય અમેરિકી મૂળના લોકોના મામલે નવો અવાજ ઉઠાવ્યો ત્યારબાદ તેમણે ઘણુ બધુ લખ્યું હતું નીરા હિલેરીની એક સારી દોસ્ત પણ છે.ન્યુએનર્જી પ્રોસેસના મુદ્દા પર તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલંટનની સાથે કામ પણ કર્યું છે. આ સાથે સાથે તે અમેરિકાની પૂર્વ ફર્સ્ટ લેડી ઓફિસમાં વરિષ્ઠ સલાહકાર રહી ચુકી છે. HS