ભારતીય રેલવેએ સમગ્ર દેશમાં 10 મે સુધીમાં 366 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કર્યું
દેશના વિવિધ ભાગોમાં 10 મે 2020 (15:00 કલાક) સુધીમાં 366 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 287 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 79 ટ્રેનો રસ્તામાં છે. આ 287 ટ્રેનો આંધ્રપ્રદેશ (1 ટ્રેન), બિહાર (87 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (16 ટ્રેન), મધ્યપ્રદેશ (24 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), ઓડિશા (20 ટ્રેન), રાજસ્થાન (4 ટ્રેન), તેલંગાણા (2 ટ્રેન), ઉત્તરપ્રદેશ (127 ટ્રેન), પશ્ચિમ બંગાળ (2 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે.
આવી પ્રત્યેક “શ્રમિક વિશેષ ટ્રેન”માં સામાજિક અંતરના માપદંડોનું પાલન કરીને મહત્તમ અંદાજે 1200 મુસાફરો જઇ શકે છે. ટ્રેનમાં મુસાફરો બેસે તે પહેલાં તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવ છે. મુસાફરી દરમિયાન તેમને વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.