Western Times News

Gujarati News

ભારતીય રેલવેએ 542 “શ્રમિક વિશેષ ટ્રેન”માં 6.48 લાખ મુસાફરોનું પરિવહન થયું

પ્રતિકાત્મક

નવી દિલ્હી,  દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને તેમના વતન પર ફરવા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશના પગલે રેલવે તંત્ર દ્વારા “શ્રમિક વિશેષ ટ્રેન” નામથી વિશેષ ટ્રેનો શરૂ કરીને આવા લોકોને આવનજાવન માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દેશના વિવિધ રાજ્યોમાં 12 મે 2020 સુધીમાં 542 “શ્રમિક વિશેષ ટ્રેન”નું પરિચાલન કરવામાં આવ્યું છે જેમાંથી 448 ટ્રેનો તેના ગંતવ્ય સ્થળે પહોંચી ગઇ છે જ્યારે 94 ટ્રેનો રસ્તામાં છે.

આ 448 ટ્રેનો આંધ્રપ્રદેશ (1 ટ્રેન), બિહાર (117 ટ્રેન), છત્તીસગઢ (1 ટ્રેન), હિમાચલ પ્રદેશ (1 ટ્રેન), ઝારખંડ (27 ટ્રેન), કર્ણાટક (1 ટ્રેન), મધ્યપ્રદેશ (38 ટ્રેન), મહારાષ્ટ્ર (3 ટ્રેન), ઓડિશા (29 ટ્રેન), રાજસ્થાન (4 ટ્રેન), તામિલનાડુ (1 ટ્રેન), તેલંગાણા (2 ટ્રેન), ઉત્તરપ્રદેશ (221 ટ્રેન), પશ્ચિમ બંગાળ (2 ટ્રેન) જેવા વિવિધ રાજ્યોમાં પહોંચી છે.

આ ટ્રેનોએ પરપ્રાંતીય શ્રમિકો સહિત અન્ય મુસાફરોને તિરુચિરાપલ્લી, તીતલાગઢ, બરૌની, ખંડવા, જગન્નાથપુરી, ખુર્દા રોડ, પ્રયાગરાજ, છાપરા, બાલિયા, ગયા, પૂર્ણિયા, વારાણસી, દરભંગા, ગોરખપુર, લખનઉ, જૌનપુર, હાટિયા, બસ્તી, કટીહાર, દાનાપુર, મુઝફ્ફરનગર, સહરસા વગેરે શહેરોમાં પહોંચાડ્યા છે.

આ શ્રમિક વિશેષ ટ્રેનોમા મુસાફરો બેસે તે પહેલાં સુનિશ્ચિપણે તેમનું યોગ્ય સ્ક્રિનિંગ કરવામાં આવે છે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરો માટે વિનામૂલ્યે ભોજન અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.