ભારતીય રેલવેમાં લોકો પાઇલટ બનેલી પ્રથમ મહિલા સુરેખા યાદવ
આજે સોમવારે સમગ્ર વિશ્વમાં આંતર રાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતની મહિલાઓ પણ કોઈ કાર્યમાં હવે પાછળ રહી નથી. આવી જ એક મહિલા છે સુરેખા યાદવ. જે ભારતીય રેલવેમાં ડ્રાયવર તરીકે નોકરી કરે છે.
Empowerment all the way with Railways: On #InternationalWomensDay, operation and on board management of Bundelkhand Special train between Jhansi & Gwalior is being carried on by a team of women. #NariShakti pic.twitter.com/5Bldv1pQuS
— Piyush Goyal (@PiyushGoyal) March 8, 2021
આ મહિલા ભારતની પ્રથમ મહિલા ડ્રાયવર છે. આ મહિલાનું ઉદાહરણ જોઈને બીજી મહિલાઓ પણ હવે રેલવેમાં ડ્રાયવર તરીકે જોડાઈ રહી છે. #NariShakti Rail: The first woman driver of Indian Railways, Smt. Surekha Yadav drives the all women-staffed Mumbai-Lucknow Special, in celebration of #InternationalWomensDay
સુરેખા યાદવ મુંબઈથી લખનૌની સ્પેશિયલ ટ્રેનના ડ્રાયવર તરીકે હાલ કાર્યરત છે. મુંબઈથી લખનૌનું અંતર આશરે 1400 કિલોમીટર જેટલું છે. ટ્રેનમાં લગભગ 1 દિવસ લાગે છે.
ભારતમાં લોકો પાઇલટ અથવા ટ્રેન ડ્રાઈવર બનનારી પ્રથમ મહિલા સુરેખા યાદવ હતી જેમણે 1988 માં સેન્ટ્રલ રેલ્વે માટે ટ્રેન ચલાવીને ઇતિહાસ રચ્યો હતો. બાદમાં મહિલા દિવસ નિમિત્તે પૂર્વેથી ડેસ્કન ક્વીનને સીએસટી જવા માટે ગયેલા યાદવે એપ્રિલ 2000 માં તત્કાલીન રેલવે મંત્રી મમતા બેનર્જીની પહેલ હેઠળ શરૂ કરવામાં આવેલી પ્રથમ ‘લેડિઝ સ્પેશિયલ’ ટ્રેનનો પણ પાઇલોટ તરીકે પ્રારંભ કર્યો હતો.