ભારતીય લશ્કરમાં પણ કોરોના વાયરસઃ એક જવાન દાખલ

(પ્રતિનિધિ દ્વારા) નવીદિલ્હી: કોરોનાવાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ચીન, ઈટાલી, ઈરાન, અમેરીકા, ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન, સહિતના દેશોમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસો વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના કેસ જાવા મળી રહ્યા છે. સરકારની સતર્કતા તથા નાગરીકોની સુઝબુઝથી હજુ સુધી ભારતમાં સ્થિતિ કાબુમાં છે. જા કે કોરાનાને લીધે ભારતમાં તંત્ર એલર્ટ પર મુકાઈ ગયુ છે.
કોરોનાની ઝપટમાં નાગરીકો આવી ગયા છે. પરંતુ સરહદે તૈનાત લશ્કરી જવાનમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા આર્મીના સતાધીશો સતર્ક થઈ ગયા છે. લદ્દાખમાં સ્કાઉટના એક જવાનને કોરોનાના લક્ષણો જણાતા તેને તાત્કાલિક અસરથી લશ્કરના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ જવાનના પિતા તાજેતરમાં ઈરાનથી પરત આવ્યા પછી જવાનમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા હતા. જવાનને આઈસોલેશન વોર્ડમાં ખસેડ્યા પછી તેના પિતાને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામં આવ્યા છે. હાલમાં બંન્નેને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. લશ્કરના તબીબો ચાંપતી નજર રાખી રહ્યા છે. બીજી તરફ જવાનને કોરોના થતાં લશ્કરના અધિકારીઓ સતર્ક થઈ ગયા છે અને તકેદારીના તમામ પગલાં લેવાઈ રહ્યા છે.