ભારતીય લિજેન્ડ મિલ્ખા સિંહના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે થયા

ચંડીગઢ: પૂર્વ ભારતીય લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ ૯૧ વર્ષના હતા. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમા પીજીઆઇ મિલ્ખા સિંહ અને તેમનાં પત્ની ૨૦ મેના રોજ કોરોના સંક્રમિત થયાં હતાં. ૨૪ મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.તેમના પત્નીનું પાંચ દિવસ પહેલા જ નિધન થયું હતું ૩૦ મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યાં હતાં.
ત્યારથી તેમની ઘરે જ ઈલાજ ચાલી રહી હતી જયાં તેમનું નિધન થયું હતું.ફલાઇગ શિખના નામથી દુનિયામાં જાણિતા મિલ્ખા સિંહનો પાર્થિવ શરીર અંતિમ દર્શન માટે તેમના સેકટર ૮ ખાતે નિવાસ પર રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સેકટર ૨૫ના શ્મશાન ઘાટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માનની સાથે કરવામાં આવ્યા હતાં મિલ્ખા સિંહની યાદમાં પંજાબમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે
આપહેલા અનેક દિગ્ગજાે મિલ્ખા િંસહના નિવાસે પહોંચ્યા હતાં અને તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો અને પરિવારને સાંત્વના આપી હતી.
પંજાબના રાજયપાલ અને ચંડીગઢના પ્રશાસક વી પી સિંહ બદનૌરે મિલ્ખા સિંહના નિધન પર શોક વ્યકત કર્યો છે તેમણે લખ્યું છે કે કોરોના વાયરસથી દેશે એક વધુ મહાન વ્યક્તિને ગુમાવી દીધો છે. મિલ્ખા સિંહ દ્વારા ખેલ ક્ષેત્રમાં આપવામાં આવેલ યોગદાનને કયારેય ભુલી શકાય તેમ નથી. કેન્દ્રીય ખેલ મંત્રી કિરેન રિજિજુ ચંડીગઢ પહોંચ્યા હતાં.
ત્યારબાદ બપોરે ૨.૩૦ કલાકે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પણ મિલ્ખા સિંહને શ્રધ્ધાંજલિ આપવા માટે તેમના ઘરે પહોંચ્યા હતાં. ચંડીગઢના ડીસી મનદીપ સિંહ બરાડ મિલ્ખા સિંહના નિવાસે પહોંચ્યા હતાં. પંજાબના નાણાંમંત્રી મનપ્રીત સિંહ બાદલ પોતાના પરિવારની સાથે મિલ્ખા સિંહના નિવાસે પહોંચ્યા હતાં. તેમણે કહ્યું કે આ સમગ્ર પંજાબ અને દેશ માટે દુખની ઘડી છે બાદલે કહ્યું કે તેઓ એવી કામના કરે છે કે દેશની દરેક માતા મિલ્ખા સિંહ
જેવા પુત્રને જન્મ આપે શિરોમણી અકાલી દળ(સંયુકત)ના પ્રધાન સુખદેવ સિંહ ઢીઢસા મિલ્ખા સિંહને શ્રધ્ધાંજલિ આપવા માટે તેમના નિવાસે પહોંચ્યા હતાં.આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી સુખવીર બાદલ હરિયાણાના ખેલ મંત્રી સંદીપ સિંહે પણ મિલ્ખા સિંહને શ્રધ્ધાંજલિ અર્પીત કરી હતી.
ત્યારબાદ બપોરે ૪.૧૫ કલાકે અંતિમ યાત્રા કાઢવામં આવી હતી અને તેમના પાર્થિવ દેહને તેમના ધરેથી સેકટર ૨૫ શ્મશાનધાટ લાવવામાં આવ્યો હતો અહીં તેમના પુત્ર જીવે મિલ્ખા સિંહને અગ્નિદાહ આપ્યો હતો. મિલ્ખા સિંહના અંતિમ સંસ્કારમાં ફકત ૩૦ લોકોને સામેલ થવાની મંજુરી આપવામાં આવી હતી.આથી અંતિમ સંસ્કારમાં શહેરના મુખ્ય લોકો જ સામેલ થયા હતાં અને અંતિમ સંસ્કાર રાજકીય સમ્માનની સાથે કરવામાં આવ્યા હતાં.
મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાના કરિયરમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં ૧૯૫૬ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યું હતું, રોમમાં ૧૯૬૦ના ઓલિમ્પિક અને ટોક્યોમાં ૧૯૬૪માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનની સાથે દાયકાઓ સુધી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.૨૦ નવેમ્બર ૧૯૨૯ના રોજ ગોવિંદપુરા(પાકિસ્તાન)ના એક શીખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ભારત આવીને સેનામાં જાેડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ ૪૦૦થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.મિલ્ખાએ ૧૯૫૮ની કોમનવેલ્થ ગેમ્સમાં ટ્રેક એન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. એ પછી ૫૬ વર્ષ સુધી આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નહોતું.
તેમણે ૧૯૫૬માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લીધો હતો, એમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા, પણ આગળની સ્પર્ધાઓ માટે માર્ગ ખૂલી ગયો હતો. ૧૯૫૮માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં ૨૦૦ અને ૪૦૦ મીટરમાં અનેક રેકોર્ડ બનાવ્યા. એ જ વર્ષે ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં ૨૦૦ મીટર, ૪૦૦ મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં ૪૦૦ મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા. તેમની સફળતા જાેઈને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. એમાં તેમણે શાનદાર દેખાવ કર્યો. તેમના પ્રદર્શનને જાેઈને પાકિસ્તાનના જનરલ અયુબ ખાને તેમને ‘ધ ફ્લાઇંગ શીખ’ નામ આપ્યું. ૧૯૬૦ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. ૪૦૦ મીટરની રેસમાં તેઓ ૨૦૦ મીટર સુધી સૌથી આગળ હતા, પણ એના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. એમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. ૧૯૬૪માં તેમણે એશિયન રમતોત્સવમાં ૪૦૦ મીટર અને ૪ટ૪૦૦ રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.