Western Times News

Gujarati News

ભારતીય લોકશાહી સૌથી ધર્મનિરપેક્ષ છે,કોઈ પ્રમાણપત્રની જરૂર નથી: ઉપરાષ્ટ્રપતિ

નવીદિલ્હી, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ શુક્રવારે કહ્યું હતું કે દેશમાં લોકશાહીનું કામકાજ તમામ નાગરિકો માટે સમાન અધિકારો અને ન્યાય સુનિશ્ચિત કરવાના બંધારણીય સિદ્ધાંતોને અનુરૂપ છે અને તેને કોઈ બહારની એજન્સીની માન્યતાની જરૂર નથી.

વરિષ્ઠ પત્રકાર એ સૂર્ય પ્રકાશ દ્વારા લખાયેલા પુસ્તક ‘ડેમોક્રેસી, પોલિટિક્સ એન્ડ ગવર્નન્સ’ના અંગ્રેજી અને હિન્દી સંસ્કરણનું વિમોચન કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી. સૂર્ય પ્રકાશ નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને લાઇબ્રેરીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલના ઉપાધ્યક્ષ અને સંસદીય અને બંધારણીય મુદ્દાઓ પર અગ્રણી વિવેચક છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત વિશ્વનો સૌથી બિનસાંપ્રદાયિક દેશ છે, જ્યારે પશ્ચિમી મીડિયામાં ધર્મનિરપેક્ષતા અને પ્રેસની સ્વતંત્રતાના મુદ્દાઓ પર ભારત અને તેની સરકારને બદનામ કરવાનો ટ્રેન્ડ છે.

“અમે ખાસ કરીને પશ્ચિમી મીડિયામાં ભારત અને સરકારને નીચે લાવવાનું વલણ જાેઈ રહ્યા છીએ. તેઓ ભારતને ખરાબ સંદર્ભમાં રજૂ કરે છે. તેઓ એ હકીકતને પચાવી શકતા નથી કે ભારત આગળ વધી રહ્યું છે, ભારત ફરી એકવાર વિશ્વભરમાં ઓળખાય છે અને સન્માન પામી રહ્યું છે. તેઓ ભારતને નકારાત્મક પ્રકાશમાં દર્શાવવાનો પ્રયાસ કરે છે. તેઓ આપણી શ્રેષ્ઠતા અને પ્રગતિને પચાવી શકતા નથી.

નાયડુએ કહ્યું કે ભારતીય નાગરિક હોવાને કારણે, વ્યક્તિએ બંધારણની ભાવના અને ફિલસૂફીનું પાલન કરવું જાેઈએ, જેનો હેતુ તમામ નાગરિકો વચ્ચે સમાન રીતે બંધુત્વને પ્રોત્સાહન આપવાનો છે. “તેઓ (પશ્ચિમ મીડિયા) અભિવ્યક્તિની સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતા અને બિનસાંપ્રદાયિકતાના મુદ્દા પર આપણા દેશને નીચે લાવે છે. મારા પોતાના અભ્યાસ મુજબ ભારત વિશ્વનો સૌથી બિનસાંપ્રદાયિક દેશ છે. અહીં દરેક જાતિ, સંપ્રદાય કે ધર્મના લોકોનું સન્માન કરવામાં આવે છે.

નાયડુએ કહ્યું કે ‘સર્વ ધર્મ સમ ભવ’ (બધા ધર્મોનું સન્માન કરવું) એ ભારતમાં વર્ષો જૂની પ્રથા છે અને ‘સર્વ જન સુખિનઃ ભવન્તુ’, ‘વસુધૈવ કુટુંબકમ’ ભારતીય ફિલસૂફીના મૂળમાં છે. મીડિયાની ભૂમિકા વિશે વાત કરતાં, ઉપરાષ્ટ્રપતિએ પત્રકારો દ્વારા વ્યાપક સંશોધનની જરૂરિયાત અને ‘સમાચાર અને મંતવ્યો બાજુ પર રાખવા’ની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.