ભારતીય વાયુસેનાની પહેલી મહિલા અધિકારી વિજયલક્ષ્મી રમણનનું નિધન
નવી દિલ્હી, ભારતીય વાયુસેનાની પહેલી મહિલા અધિકારી વિંગ કમાંડર(નિવૃત્ત) વિજયલક્ષ્મી રમણનનું 96 વર્ષની વયે નિધન થયું છે. તેમના જમાઈ એસએલવી નારાયણે જણાવ્યું કે વિશિષ્ટ સેવા મેડલથી સમ્માનિત ડૉ. વિજયલક્ષ્મી રમણનનું રવિવારે નિધન થયું. તેમણે જણાવ્યું કે, રમણને અહીં તેમની દિકરીના ઘરમાં અંતિમ શ્વાસ લીધાં.
રમણનનો જન્મ ફેબ્રુઆરી 1924માં થયો હતો. MBBS કર્યાં બાદ તે 22 ઓગસ્ટ 1955ના સેનાની મેડિકલ કોરમાં સામેલ થઈ ગઈ હતી અને તેને તે દિવસે વાયુસેનામાં સ્થાનાંતરિત કરી દેવામાં આવી હતી. તેમણે વાયુસેનાની જુદી-જુદી હોસ્પિટલોમાં સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે કામ કર્યું. તેમણે યુદ્ધ દરમિયાન ઘાયલ થયેલા સૈનિકોની પણ સારવાર કરી અને વહીવટી જવાબદારીઓ પણ નિભાવી.