Western Times News

Gujarati News

ભારતીય શેર બજાર દુનિયાનું ૭મું સૌથી મોટું શેર બજાર બન્યું

ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ૨.૭ ટ્રિલિયન ડોલરથી વધુ થયું

મુંબઈ,  બજેટ બાદથી ભારતીય શેર બજારમાં આવેલી તેજી બાદ માર્કેટ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યું છે. ભારતીય શેર બજાર હવે દુનિયાનું ૭મું સૌથી મોટુ શેર બજાર બની ગયું છે. હકિકતમાં બજારમાં આવેલા ઉછાળાના કારણે લિસ્ટેડ કંપનીઓના માર્કેટમાં પણ ઉછાળો આવ્યો છે.

ભારતીય શેર બજારના માર્કેટ કેપે ત્રણ સ્થાનનો જંપ લગાવ્યો છે, અને હવે ૭માં સ્થાને પહોંચી ગયું છે. આ ઉછાળા સાથે જ ભારતીય શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન વધીને ૨.૭ ટ્રિલિયન ડોલરથી વધુ થઈ ગયું છે.
સોમવારે પણ માર્કેટમાં તેજીનો માહોલ જાેવા મળ્યો હતો.

સોમવારે સેંસેક્સ ૫૧,૩૦૦ની પાર અને નેશનલ સ્ટોક એક્ચેંજની નિફ્ટી ૧૫,૧૦૦ પર બંધ રહી હતી. તો બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૮ ફેબ્રુઆરીએ વધીને ૨,૦૨,૮૨,૭૯૮.૦૮ કરોડ રૂપિયા થઈ ગયું છે. ભારતીય શેર બજારનું કદ હવે કનેડા, જર્મની અને સાઉદી અરબથી વધી ગયું છે. હાલમાં ફ્રાન્સનું શેર બજાર છઠ્ઠા ક્રમે છે. જેનું માર્કેટ કેપ ૨.૮૬ ટ્રિલિયન ડોલરનું છે. ભારતીય શેર બજાર જેવી તેજી જાેવા મળી રહી છે સંભવ છે કે થોડા દિવસોમાં જ ફ્રાન્સનું શેર બજાર પાછળ રહી જશે.

વર્ષ ૨૦૨૧માં અત્યાર સુધીમાં ટોપ-૧૫ દેશોના શેર બજારોમાં ભારતીય બજારનું પ્રદર્શન બીજા ક્રમે રહ્યું છે. મુલ્યાંકનના આધારે કેનેડા ૮મું સૌથી મોટુ શેર બજાર છે. તો બીજી તરફ જર્મનીનું શેર બજાર મુલ્યાંકન ૨.૫૩ ટ્રિલિયન ડોલર છે.હાલમાં દુનિયાના ટોપ-૭ બજારોમાં યૂરોપના માત્ર બે દેશ ફ્રાન્સ અને યૂકે સામેલ છે.

નોંધનિય છે કે કોરોના મહામારીના કાળમાં શરૂ થયેલા ભારતીય શેર બજારમાં વિદેશી રોકાણનો પ્રવાહ હજુ પણ ચાલુ જ છે. ઉભરતા બજારમાં બ્રાજીલ બાદ ભારત બીજાે દેશ છે. જ્યાં સૌથી વધુ એફપીઆઈ આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.