ભારતીય સુરક્ષાદળો એન્ટી ડ્રોન ગનથી સજજ થશે
નવીદિલ્હી, ભારતની સુરક્ષા માટે પડકાર બનેલા પાકિસ્તાનના ડ્રોનનું હવે આવી બનશે. સીમા પર તેનું આવનજાવન રોકવા સીમા સુરક્ષા દળને ટુંક સમયમાં જ એન્ટી ડ્રોન ગનથી સજજ કરાશે. આ સ્પેશ્યલ એન્ટી ડ્રોન ગન ડ્રોનને તોડી પાડવામાં ખૂબ જ સફળ છે.
બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ હેન્ડ હેલ્ડ (હાથમાં પકડી શકાય તેવા) એન્ટીડ્રોન ગન સીમાના વિસ્તારોમાં પેટ્રોલીંગ કરનારી ટીમો માટે ખૂબ જ ઉપયોગી નીવડશે.
આ ટીમ કયારેક કયારેક ડ્રોન ઉડતા જુએ પણ કંઈ કરી શકતા નથી. કારણ કે તે ડ્રોન તેમની ફાયરીંગ રેન્જથી બહાર હોય છે પણ હવે ખાસ હેન્ડહેલ્ડ એન્ટ્રી ડ્રોન આ સુરક્ષાદળની ટીમોને ઉપયોગી નીવડશે અને તેઓ નજર રાખી શકશે.HS