ભારતીય સેનાએ પાકિસ્તાનના બે સૈનિકોને ઠાર માર્યાઃ PAK આર્મીને સફેદ ઝંડો બતાવીને લાશો લઈ જવી પડી
શ્રીનગર: કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 ખતમ કર્યા પછી પાકિસ્તાનેન આખી દુનિયામાંથી સપોર્ટ નથી મળ્યો ત્યારે અકળાયેલું પાકિસ્તાન સીમા પર ગોળીબાર કરીને તેમનો ગુસ્સો ઠાલવી રહ્યું છે. જોકે તેમાં પણ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને આકરો જવાબ આપવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન તરફથી હાજીપુર સેક્ટરમાં 10 અને 11 સપ્ટેમ્બરે કરવામાં આવેલા સીઝફાયરનો ભારતીય સેના દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો. અહીં ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના બે જવાનોને ઠાર કરી દીધા હતા.
#WATCH Hajipur Sector: Indian Army killed two Pakistani soldiers in retaliation to unprovoked ceasefire violation by Pakistan. Pakistani soldiers retrieved the bodies of their killed personnel after showing white flag. (10.9.19/11.9.19) pic.twitter.com/1AOnGalNkO
— ANI (@ANI) September 14, 2019
ANI ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે, આર્મીએ કહ્યું હતું કે, 10-11 સપ્ટેમ્બરે ભારતીય સેનાની ટૂકડીએ પાકિસ્તાનમાં એક સૈનિક ગુલામ રસૂલને પીઓકેના કાઝીપુર સેક્ટરમાં ઠાર કર્યો હતો. સૈનિક રસૂલ પાકિસ્તાનના પંજાબ રાજ્ય બહાવલનગરમાં રહેતો હતો. ત્યારપછી પાકિસ્તાની સૈનિકોએ સીઝફાયર ઉલ્લંઘન કરીને ગોળીબાર વધારી દીધો હતો અને સૈનિકોની લાશ લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન રસૂલની લાશ લેવા આવેલા એક પાક સૈનિકનું ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં મોત થયું હતું.
ત્યારપછી પાકિસ્તાની આર્મીએ હાર માનવી પડી હતી અને તેમણે ભારતીય સેનાને સફેદ ઝંડો બતાવીને તેમના સૈનિકોની લાશ લઈ જવાની ફરજ પડી હતી. નોંધનીય છે કે, યુદ્ધ દરમિયાન સફેદ ઝંડા દર્શાવવાનો મતલબ થાય છે સમર્પણ કરવું અથવા યુદ્ધ વિરામ.