ભારતીય સેનાએ પીઓકેમાં પાકિસ્તાની ચોકીઓ ધ્વસ્ત કરીઃ 2 જવાન ઠાર
નવીદિલ્હી, પાકિસ્તાન ગત કેટલાક દિવસોથી નીલમ ઘાટી અને એલઓસી પર યુધ્ધવિરામનો ભંગ કરી રહ્યાં હતાં જેનો ભારતીય સેનાઓએ જારદાર જવાબ આપ્યો છે.ભારતીય સેનાએ આજે એલઓસી પર આવેલ પાકિસ્તાની સેનાઓની ચોકીઓને ધ્વસ્ત કરી દીધી અને આ સાથે જ નીલમ ઘાટીમાં આવેલ અનેક આતંકી લોન્ચ પૈડને પોતાનું નિશાન બનાવ્યું.જયારે સુત્રો અનુસાર ભારીય સેનાએ પીઓકેમાં ધુસી કરેન ગામ પર કબજા કર્યો છે પાકિસ્તાન તરફથી થયેલ ગોળીબારમાં કોઇના હતાહતના અહેવાલો નથી. એ યાદ રહ કે ૧૬ ડિસેમ્બરની રાતે એલઓસી પર આવેલ સુંદરબની સેકટરના લાલેએલી ગામમાં પાકિસ્તાનની સીમા એકશન ટીમ બેટએ સેનાના એક જવાનની હત્યા કરી હતી ત્યારબાદથી સતત બંન્ને દેશો વચ્ચે તનાવ બનેલ છે.