ભારતીય સેનાના જડબાતોડ ફાયરિંગમાં પાકની 6 ચોકીઓ તબાહ, 3 પાક સૈનિકોના મોત
નવી દિલ્હી, પાકિસ્તાની સેનાએ કુપવાડા સેક્ટરમાં એલઓસી પર કરેલા ફાયરિંગના જવાબમાં ભારતીય સેનાએ આપેલા જડબાતોડ જવાબમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયુ છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના ત્રણ સૈનિકોને ઢાળી દીધા છે અને બીજા 14 સૈનિકો ઘાયલ થયા છે.પીઓકેમાં નિલમ વેલીમાં પાકિસ્તાનની 6 ચોકીઓ ભારતના વળતા જવાબમાં તબાહ થઈ ચુકી છે. પાકિસ્તાને ગુરુવાર સવારથી જ ભારતીય સેનાની ચોકીઓને તેમજ રહેણાંક વિસ્તારને નિશાન બનાવીને ઉશ્કેરણીજનક ગોળાબારી શરુ કરી હતી.એ પછી ભારતીય સેનાએ જવાબી કાર્યવાહી કરીને પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. એ પછી પણ પાકિસ્તાન તરફથી ફાયરિંગ યથાવત છે.જોકે ભારતીય સેનાએ વળતો જવાબ આપવામાં કોઈ કસર બાકી રહાખી નથી.આજે શનિવારે સવારે પણ સરહદ પર ફાયરિંગ ચાલુ રહ્યુ હતુ.