ભારતીય સેનાનું પરાક્રમ જોઇ પોતાના સૈનિકોથી જિનપિંગ નારાજ થયા
બેઇજીંગ, ભારતીય સેનાનું પરાક્રમ જાેયા બાદ ચીનના સૈનિકો હવે તેમની સરકારીની ટીકા સહન કરી રહી છે.રાષ્ટ્રપતિ શી જીનપીંગ પીપલ્સ લિબરેશન આર્મીના તે કમાન્ડરથી નારાજ છે જેમણે પેંગોગના દક્ષિણ વિસ્તારાં સેનાના અભિયાનનું નેતૃત્વ કર્યું હતું. રિપોર્ટ અનુસાર જિનપિંગ તાકિદે સેનામાં મોટા ફેરફાર કરી શકે છે લદ્દાખના પેંગોંગ વિસ્તારમાં ૨૯-૩૦ ઓગષ્ટની રાત્રે ભારતીય સેનાએ ધૂષણખોરી કરતા ચીનના સૈનિકોને ભગાડયા હતાં તેમના સૈનિકોના આ રીતે મેદાનમાંથી ભાગવાની વાત જયારે જિનપિંગ સુધી પહોંચી તો તે નારાજ થયા હતાં ચીન કોમ્યુનિસ્ટ પાર્ટીએ પણ સેનાથી તેમની નારાજગી વ્યકત કરી હતી.
સામાન્ય રીતે આ પ્રથમ વખત નથી જયારે ભારતીય સેનાએ ચીનને વળતો જવાબ આપ્યો છે ૧૫ જુનના ગલવાન ખીણ હિંસામાં પણ ચીનની સેનાએ મોટું નુકસાન ઉઠાવું પડયું હતું થાસ વાત એ છે કે તે દિવસે રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમના ૬૭ના જન્મ દિવસ ઉજવી રહ્યાં હતાં અને તેમને મોટી સંખ્યામાં તેમના સૈનિકોના મોતના સમાચાર મળ્યા હતાં. શી ગલવાન ધટનાને લઇને સેનાથી નારાજ હતાં અને જયારે ૨૯-૩૦ ઓગષ્ટના ભારતીય સેનાએ ફરી એકવાર તેમનું પરાક્રમ દેખાડયું તો તેમની નારાજગી વધી ગઇ છે કેટલાક મીડિયા રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોમ્યુનિસ્ટ પાર્ટી પીએલએ કમાન્ડરથી આ વાતને લઇને પણ નારાજ છે કે તેમણે સ્પંગગુર વિસ્તારમાં આમને સામને સંધર્ષથી બચવા માટે સેના સાથે પીછેહટ કરી જાે કે આ સંબંધમાં સતાવાર રીતે અત્યાર સુધીમાં કોઇ જાણકારી સામે આવી નથી.
સુત્રોનું માનવામાં આવે તો રાષ્ટ્રપતિ જિનિપિંગ તાકિદે જ સેનામાં મોટા ફેરફાર કરી શકે છે સેનાની સાથે જ અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ પણ તેમના નિશાન પર છે આમ તો સત્તા સંભાળ્યા બાદથી શી જિનપિંગ એવા અધિકારીઓને તેમના રસ્તાથી હટાવી રહ્યાં છે જે તેમના માટે ખતરો બની શકે અથવા તો જે તેમની આશાઓ પર ખરા ઉતર્યા નથી ભારતીય સેનાથી મળેલા મુંહતોડ જવાબને કોમ્યુનિસ્ટ પાર્ટી શરમિંદગીની રીતે જાેઇ રહ્યાં છે તેથી તાકિદે સેનામાં ફેરફાર કરવાનો નિર્ણય લઇ શકે છે.HS